જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો, બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારી
- યશસ્વી જયસ્વાલે એવું કારનામું કર્યું, જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી
રાજકોટ, 18 ફેબ્રુઆરી: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ મેચની બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરી અને 12 છગ્ગા ફટકારી આ સિરીઝમાં એક એવું કારનામું કર્યું છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી. યશસ્વી જયસ્વાલે બેવડી સદીની સાથે-સાથે એક ટેસ્ટ શ્રેણીમાં 22 કે તેથી વધુ છગ્ગા ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો છે.
The joy and appreciation say it all! ☺️ 👏
Where were you when Yashasvi Jaiswal scored his second Double Ton in Tests 🤔
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/kun7eMiFdw
— BCCI (@BCCI) February 18, 2024
Double Century by Yashasvi Jaiswal…!!! 🫡👏👏
Back to back double hundred by Jaiswal 🔥🔥
He is only 22 years old ⭐#YashasviJaiswal #INDvsENG pic.twitter.com/7pUlEphJiW
— HiTT🚀 (@HiT_OP_) February 18, 2024
જયસ્વાલ આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
યશસ્વી જયસ્વાલ આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે સંપૂર્ણ આ ટેસ્ટ શ્રેણીમાં 22 સિક્સર ફટકારી છે. આ સાથે યશસ્વી જયસ્વાલ ક્રિકેટના ઈતિહાસમાં ટેસ્ટ શ્રેણીમાં 20 કે તેથી વધુ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 19 છગ્ગા ફટકાર્યા હતા.
𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥
Yashasvi Jaiswal is smacking ’em all around the park! 💥💥💥
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx
— BCCI (@BCCI) February 18, 2024
ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેન:
- યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2024)* – 22 છગ્ગા
- રોહિત શર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2019) – 19 છગ્ગા
- શિમરેન હેમિમીર વિ બાંગ્લાદેશ (2018) – 15 છગ્ગા
- બેન સ્ટોક્સ વિ ઓસ્ટ્રેલિયા (2023) – 15 છગ્ગા
જયસ્વાલે આ રેકોર્ડની બરાબરી કરી
યશસ્વી જયસ્વાલે આ ઇનિંગમાં 236 બોલમાં અણનમ 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ પહેલા 1996માં વસીમ અકરમે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ટેસ્ટ ઇનિંગ્સમાં 12 સિક્સર ફટકારી હતી.
ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓ:
- યશસ્વી જયસ્વાલ – 12 સિક્સર
- વસીમ અકરમ – 12 સિક્સર
- નાથન એસ્ટલ – 11 સિક્સર
- મેથ્યુ હેડન – 11 સિક્સર
- બ્રેન્ડન મેક્કુલમ – 11 સિક્સર
- બ્રેન્ડન મેક્કુલમ – 11 સિક્સર
- બેન સ્ટોક્સ બી – 11 સિક્સર
- કુસલ મેન્ડિસ – 11 સિક્સર
આ પણ જુઓ :રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ: ટેસ્ટમાં 500 વિકેટ કરી પૂર્ણ