ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આચાર્ય વિદ્યાસાગર મહારાજે 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, PM મોદીએ દુ:ખ કર્યું વ્યક્ત

રાયપુર (છત્તીસગઢ), 18 ફેબ્રુઆરી: સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહામુનિરાજ શનિવારે રાત્રે 2:35 કલાકે બ્રહ્માંડમાં વિલીન થયા. આચાર્ય જ્ઞાન સાગરના શિષ્ય આચાર્ય વિદ્યાસાગરે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે 3 દિવસના ઉપવાસ બાદ 77 વર્ષની વયે દેહ છોડ્યો હતો. દેહ છોડતા પહેલા તેમણે અખંડ મૌન પાળ્યું હતું. આચાર્યએ દેહ છોડ્યો હોવાની જાણ થતાં જ લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના લોકો એકઠા થવા લાગ્યા હતા. રવિવારે બપોરે 1 કલાકે તેમનો અંતિમ સંસ્કાર કરાશે અને ચંદ્રગિરિ તીર્થ ક્ષેત્રમાં જ પંચ તત્વમાં વિલિન થઈ જશે.

પીએમ મોદીએ પણ નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

આચાર્ય વિદ્યાસાગર મહારાજ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આચાર્ય વિદ્યાસાગરના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, મારા વિચારો અને પ્રાર્થના આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજ જીના અસંખ્ય ભક્તોની સાથે છે. સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આવનારી પેઢીઓ તેમને યાદ કરશે, ખાસ કરીને લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ, ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય કાર્યો માટેના તેમના પ્રયાસો. મને વર્ષોથી તેમના આશીર્વાદ મેળવવાનું સન્માન મળ્યું છે.

આચાર્ય વિદ્યાસાગરનો જન્મ કર્ણાટરમાં થયો હતો

સંત શિરોમણી 108 આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજજીનો જન્મ 10 ઑક્ટોબર 1946ના રોજ કર્ણાટકના બેલગામ જિલ્લામાં થયો હતો. તેમનું બાળપણનું નામ વિદ્યાધર હતું. આ પછી તેમણે રાજસ્થાનમાં દીક્ષા લીધી. આચાર્ય વિદ્યાસાગરજી સંસ્કૃત અને પ્રાકૃતના વિદ્વાન હતા. આ સિવાય હિન્દી અને કન્નડ સહિત ઘણી ભાષાઓ પર તેમની મજબૂત પકડ હતી. તેમણે પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી વગેરે ભાષાઓમાં લખ્યું. તેમના પર એક જીવનચરિત્ર પણ લખવામાં આવ્યું હતું, જે તેમના જ શિષ્ય મુનિ ક્ષેમસાગર દ્વારા લખવામાં આવ્યું હતું. આ જીવનચરિત્રનો અંગ્રેજીમાં In the Quest of Self તરીકે અનુવાદ કરાયો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન છત્તીસગઢના ડોંગરગઢ ખાતે જૈન મૂનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજને મળ્યા

Back to top button