ટોપ ન્યૂઝનેશનલ

સંદેશખલી કેસમાં તૃણમૂલ કોંગ્રેસના બે નેતાઓની ધરપકડ

કોલકત્તા, 17 ફેબ્રુઆરી : સંદેશખલી કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે, અન્ય એક આરોપી જે ઇડી દ્વારા પણ વોન્ટેડ છે તે હજુ પણ ફરાર છે. દરમિયાન, પોલીસે સંદેશખલી ઉત્પીડન કેસમાં બે આરોપીઓ સામે સામૂહિક બળાત્કાર અને હત્યાના પ્રયાસની બે કલમો ઉમેરી છે. દરમિયાન, આ કેસમાં પીડિતોને મદદ કરવા માટે રાજભવન દ્વારા એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે.

હજુપણ આરોપી શેખ શારજહાં ફરાર

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તમ સરદાર બાદ શનિવારે સાંજે શિબ પ્રસાદ હઝરા ઉર્ફે શિબુ હજારાની નજત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ હજુ પણ ફરાર શેખ શાહજહાંને શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસે આ કેસમાં અન્ય આરોપી ઉત્તમ સરદારની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 18 થઈ

મળતી માહિતી મુજબ, સંદેશખલીમાં જમીન પચાવી પાડવા અને મહિલાઓની જાતીય સતામણી કરવાના કેસમાં મુખ્ય આરોપી પૈકીના એક ઉત્તમ સરદારને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જો કે, મુખ્ય આરોપીઓમાંનો એક શાહજહાં શેખ હજુ ફરાર છે. આ સાથે હવે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. હાલ પોલીસે ઉત્તમ સરદાર અને શિબપ્રસાદ (શિબુ) હઝરા વિરુદ્ધ ગેંગ રેપ અને હત્યાના પ્રયાસની બે કલમો ઉમેરી છે.

એક કે બે દિવસમાં કલમ 144 હટાવશું

સંદેશખલીનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય તોફાન ચાલુ છે. વિપક્ષ અને શાસક પક્ષ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં વ્યસ્ત છે. દરમિયાન શુક્રવારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળને ગામની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં સંદેશખલીની ઘટના પર રાજ્યના ડીજીપી રાજીવ કુમારે કહ્યું છે કે એક મહિલાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું છે. અમે તેને કેસમાં ઉમેર્યું છે. બધાને ન્યાય અપાવશે, પછી ભલે તે કોઈ પણ હોય. અમે વિસ્તાર મુજબ પરિસ્થિતિની સમીક્ષા કરીશું અને એક-બે દિવસમાં અમે કલમ 144 હટાવીશું.

ADG અને DIGને હટાવ્યા

સંદેશખલી ઘટનાને લઈને બેકફૂટ પર આવેલી પશ્ચિમ બંગાળ સરકારે એડીજી અને ડીઆઈજી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે શનિવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં જમીન પચાવી પાડવા અને મહિલાઓની જાતીય સતામણીના કેસમાં મુખ્ય આરોપી શિબપ્રસાદ હઝરા (શિબુ)ની ધરપકડ કરી હતી સાથે જ દક્ષિણ બંગાળના ADG અને બારાસતના DIGને હટાવી દેવામાં આવ્યા છે.

Back to top button