ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ફરી મોકૂફ, જાણો કારણ

Text To Speech
  • રાહુલ ગાંધીની યાત્રા આજથી વારાણસીમાં શરૂ થવાની હતી, પરંતુ હવે ફરી એકવાર તેમની ભારત જોડો ન્યાય યાત્રા સ્થગિત કરવામાં આવી છે

વારાણસી, 17 ફેબ્રુઆરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા સાથે તેઓ યુપીની સરહદમાં પ્રવેશ્યા છે. રાહુલ ગાંધીની યાત્રા આજથી વારાણસીમાં શરૂ થવાની હતી, પરંતુ હવે ફરી એકવાર તેમની ભારત જોડો ન્યાય યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર આ જાણકારી આપી છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીની વાયનાડ યાત્રા વિશે માહિતી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી આ યાત્રાની શરૂઆત યુપીના પ્રયાગરાજ જિલ્લામાંથી જ કરશે.

જયરામ રમેશે X પર આપી માહિતી

 

કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે X પરની તેમની પોસ્ટમાં લખ્યું છે કે ‘વાયનાડમાં રાહુલ ગાંધીની હાજરીની તાત્કાલિક જરૂર છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે વારાણસીથી રવાના થશે. ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે 18મી ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે પ્રયાગરાજમાં ફરી શરૂ થશે. બાદમાં તેમણે અંગ્રેજીમાં પણ આ જ વાત લખી છે. રાહુલ ગાંધીને શા માટે વાયનાડ મોકલવામાં આવી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી હજુ પ્રકાશમાં આવી નથી, પરંતુ તેમની આજની યાત્રા રોકાવામાં ક્યાંકને કયાંક કોંગ્રેસ માટે મોટો ફટકો ગણી શકાય. કારણ કે રાહુલ ગાંધીની યાત્રા આજે પીએમ મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીમાંથી પસાર થવાની હતી.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

આ પણ વાંચો: પુત્ર નકુલ સાથે દિલ્હી પહોંચ્યા કમલનાથ, ઘણા ધારાસભ્યો સાથે ધારણ કરી શકે છે કેસરીયો

Back to top button