દિલ્હીમાં માલગાડી પલટી, ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જૂઓ વીડિયો
- આ દુર્ઘટના બાદ રેલવેએ કહ્યું કે ટ્રેનમાં લોખંડની શીટના રોલ્સ લોડ કરવામાં આવ્યા હતા. સાથે જ કહ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. અહીં ઝાખીરા ફ્લાયઓવર પાસે એક માલગાડી પલટી ગઈ છે. મળતી માહિતી મુજબ માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે, ફાયર બ્રિગેડ અને અન્ય રાહત અને બચાવ ટુકડીઓ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. રેલવેએ જણાવ્યું હતું કે માલસામાન ટ્રેનમાં લોખંડની શીટના રોલ્સ લોડ કરવામાં આવ્યા હતા. પટેલ નગર-દયાબસ્તી સેક્શનની વચ્ચે આ અકસ્માત થયો હતો. ટ્રેન મુંબઈથી ચંદીગઢ જઈ રહી હતી.
#WATCH | Eight wagons of a goods train derail on Patel Nagar-Dayabasti section in Delhi area. The incident occurred near the Zakhira flyover.
(Video source: Delhi Police) pic.twitter.com/cQieCNsQAV
— ANI (@ANI) February 17, 2024
*વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે…
આ પણ વાંચો: VIDEO: પતિએ પત્નીની કરી નિર્દયતાથી હત્યા, કપાયેલું માથું લઈને રસ્તા પર ફર્યો