સમ્રાટ ચૌધરીએ રાહુલ ગાંધી-તેજસ્વી પર કર્યા આકરા પ્રહારો, કહ્યું…
- દિલ્હીમાં બીજેપીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચેલા બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘ગઈકાલે બિહારમાં બે લૂંટારુઓ ફરતા હતા.’
દિલ્હી, 17 ફેબ્રુઆરી: બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. સમ્રાટે કહ્યું કે, ‘ગઈકાલે બિહારમાં બે લૂંટારુઓ ફરતા હતા, દેશને લૂંટનાર રાહુલ ગાંધી અને બીજો જેના પરિવારે બિહારને લૂંટ્યો તે. સમ્રાટ ચૌધરી ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં સમ્રાટ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું.
સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, ‘ગઈકાલે બિહારમાં બે લૂંટારુઓ ફરતા હતા. દેશને લૂંટનાર રાહુલ ગાંધી અને બિહારને લૂંટનાર તેજસ્વી યાદવ. જેમના પરિવારે બિહારને જ લુંટ્યું છે. બંને ગઈકાલે બિહારમાં સાથે જોવા મળ્યા હતા. ચૌધરીએ કહ્યું કે લાલુ યાદવ આ દેશમાં લૂંટારાનું પ્રતિક છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધશે.
અહીં જૂઓ વીડિયો:
#WATCH | Delhi: On reaching Bharat Mandapam for the two-day National Convention of the BJP, Bihar Deputy CM Samrat Chaudhary says, “Two robbers were roaming in Bihar yesterday. Rahul Gandhi, the one who looted the country and Tejashwi Yadav, the one who looted Bihar were seen… pic.twitter.com/l32O7loZLe
— ANI (@ANI) February 17, 2024
ગઈકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ પૂર્વ સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લીધો હતો. તેઓ સાસારામમાં રાહુલ ગાંધીની પોતાની ઠારમાં બેસાડી ફરતા જોવા મળ્યા હતા. અને પછી રાહુલ સાથે સ્ટેજ પણ શેર કર્યું હતું. પહેલા સાસારામ અને પછી કૈમુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેજસ્વીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેજસ્વી યાદવે પીએમ મોદીને જૂઠાણાની ફેક્ટરી ગણાવ્યા હતા.
આ પણ વાંચો: PM મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર, “દેશમાં ભય અને નફરતનું વાતાવરણ છે”