પ્લાસ્ટિક પર પ્રતિબંધ : ડીસામાં પાલિકાના સીઓ અને વેપારીઓની બેઠક
પાલનપુર: હવે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાનાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ 120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના આધારે ગુજરાતમાં હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર 1 જુલાઈ 2022 થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચી જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થઈ શકે. એક વિશેષ પરિપત્ર દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંઘ કરવા સુચના
પરિપત્ર મુજબ, 100 માઇક્રોનથી ઓછી જાડાઈના કપ, પ્લેટ્સ, ચમચી, નાઇફ સહિત અન્ય વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ઈયર બડ્સના પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિક ઝંડા, ચોકલેટ અને આઈસ્ક્રીમ સ્ટીક સહિતની વસ્તુઓ પ્રતિબંધિત જાહેર કરાઈ છે. આ ઉપરાંત કેન્ડી સ્ટીક, થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, ગ્લાસ, સ્ટ્રો, ટ્રે, બોક્સને લગાવવાની ટેપ, સિગારેટના પેકેટ પરનું પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત રહેશે. 1 જુલાઇ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે તેના સિવાય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીસ્ટ્રીને અને એક્સાપાન્ડેડ પોલીર્સ્ટીન, કોમોડિટીઝ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. જેમાં પણ વિવિધ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેથી ડીસા નગરપાલિકા કચેરી ખાતે ડીસા શહેરના પ્લાસ્ટિકના વેપારીઓ સાથે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી દ્વારા બેઠક બોલાવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંઘ કરવા જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે ડીસા શહેરમાં પ્લાસ્ટિક એસોસિયેશનના તમામ વેપારીઓ દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંઘ કરવા ચીફ ઓફિસરને ખાત્રી આપી હતી.