ગુજરાતટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણી પહેલા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતથી ધારાસભ્યો, સાંસદ હાજર

  • બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાઇ રહ્યું છે
  • આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ રહી છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં માર્ગદર્શન આપશે

લોકસભા ચૂંટણી પહેલા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાઇ રહ્યું છે. જેમાં ગુજરાતથી ધારાસભ્યો સાંસદ હાજર રહ્યાં છે. આ અધિવેશનમાં ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં જાણો કેમ તાપમાનમાં થઇ રહ્યો છે ફેરફાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં માર્ગદર્શન આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં માર્ગદર્શન આપશે. જેમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રભારી બેઠકમાં હાજર રહેશે. તેમજ ક્લસ્ટર પ્રભારી, તમામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહી સંગઠનની કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા થશે. દેશભરમાં જ્યાં પણ ભાજપ સરકાર છે ત્યાંના મુખ્યમંત્રી, મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો તમામ સાંસદ હાજર રહેશે. ગુજરાતના તમામ ધારાસભ્યો સાંસદ અને પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદ દિલ્હી આવી ગયા છે.

પાલિકાથી પંચાયત સુધીના અલગ અલગ પ્રકારના 28 પ્રકારના કાર્યકર્તાઓ હાજર

ટુંકમાં કહીએ તો પાલિકાથી પંચાયત સુધીના અલગ અલગ પ્રકારના 28 પ્રકારના કાર્યકર્તાઓ હાજર રહેશે. આ અધિવેશનને લોકસભા ચૂંટણી પહેલાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ અધિવેશનનું ઉદઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવશે તો અધિવેશનની શરૂઆત પીએમ દ્વારા કરવામાં આવનાર છે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવો અને આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

અબકી બાર NDA 400 કે પારનાં નારાને સિદ્ધ કરાશે

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તમામને માર્ગદર્શન આપવામાં આવશે. આ અધિવેશનમાં આગામી સમયનો બીજેપીનો રોડમેપ શું હોય છે તે રજૂ કરવામાં આવશે. તો આગામી સમયમાં સંગઠન લક્ષી કોઈ નિર્ણય કરવાનો હોય કે ક્યાં મુદ્દા સાથે ચૂંટણીમાં જવું ક્યાં રોડ મેપ સાથે લોકો વચ્ચે જવું, અબકી બાર NDA 400 કે પારનાં નારાને સિદ્ધ કરવા માટે ક્યાં આયોજન કરવા આ તમામ માર્ગદર્શન આપવામાં આવશે. આ અગાઉ 2019 લોકસભા ચૂંટણી પહેલાં અધિવેશન મળ્યું ત્યારે હવે 5 વર્ષ બાદ અધિવેશન મળવા જઈ રહ્યું છે.

Back to top button