ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

Big News: મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિજ્ઞાનીઓ ભારત પરત આવશે

Text To Speech
  • ફેલોશિપ સ્કીમ હેઠળ આ વર્ષે 22 ફેલોની પ્રથમ બેચ એપ્રિલમાં સંસ્થાઓમાં જોડાય તેવી શક્યતા

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: લગભગ 75 ભારતીય ડાયસ્પોરા વિજ્ઞાનીઓ લગભગ રૂપિયા 80 કરોડના ખર્ચ સાથે કેન્દ્ર સરકારની નવી ફેલોશિપ સ્કીમ હેઠળ બહુવિધ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે આગામી ત્રણ વર્ષમાં ભારત પાછા આવી શકે છે. 22 ફેલો વિજ્ઞાનીઓની પ્રથમ બેચ પહેલેથી જ પસંદ કરવામાં આવી છે અને તેઓ આ વર્ષે એપ્રિલમાં સંસ્થાઓમાં જોડાય તેવી શક્યતા છે. જેમાં મોટાભાગની અરજીઓ US અને કેનેડાના વિજ્ઞાનીઓની છે જેઓ ભારતીય સંસ્થાઓમાં AI અને મશીન લર્નિંગ પર પ્રોજેક્ટ હાથ ધરવા આતુર છે.

અરજીઓ કરવા માટેનો પહેલો રાઉન્ડ પૂર્ણ, બીજો રાઉન્ડ શરૂ

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા શરૂ કરાયેલી સ્કીમ “વૈભવ” માટેની અરજીઓનો પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે, અને બીજો રાઉન્ડ શરૂ કરવામાં છે. વિદેશની માન્યતાપ્રાપ્ત સંસ્થાઓમાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી સક્રિય સંશોધનમાં રોકાયેલા ભારતીય મૂળના તમામ વિજ્ઞાનીઓને ભારતમાં આવેલી IIT સહિતની પ્રતિષ્ઠિત સંસ્થા/યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા માટે કૉલ કરવામાં આવી રહ્યા છે.

તેઓએ વધુમાં વધુ ત્રણ વર્ષ માટે વાર્ષિક 1-2 મહિના ગાળવા પડશે અને દર વર્ષે 4 લાખ રૂપિયા ($4,800)ની ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યારે તેઓ ભારતમાં આવવા અને થોડા સમય માટે કામ કરવા માટે રજા લે છે, ત્યારે તેઓએ તેમની પેરેન્ટ કંપની તરફથી સંમતિ પત્ર સબમિટ કરવો પડશે. વર્ષમાં એક વખત પેરેન્ટ કંપનીથી ભારતની તેમની આંતરરાષ્ટ્રીય મુસાફરીનો ખર્ચ, પ્રતિ વર્ષ રૂ. 1 લાખ ભારતમાં સંશોધન કરવા માટેનો ખર્ચ અને ભારતની અંદરની સંસ્થાઓની સ્થાનિક મુસાફરી સાથે બે મહિના માટે સંપૂર્ણ સજ્જ સ્થાનિક આવાસના ખર્ચને પણ ફેલોશિપમાં આવરી લેવામાં આવે છે.

પ્રથમ રાઉન્ડમાં 302 અરજીઓમાંથી 22 અરજીઓ થઈ શોર્ટલિસ્ટ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના ડૉ.ચારુ અગ્રવાલે કહ્યું કે, “ગયા વર્ષે જ્યારે અમે પ્રથમ રાઉન્ડનો કોલ કર્યો ત્યારે અમને લગભગ 302 અરજીઓ મળી હતી, જેમાંથી 22 અરજીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં એવોર્ડ લેટર્સ આપવામાં આવશે. આશા છે કે, અમે અપેક્ષા રાખી શકીએ કે તેઓ એપ્રિલ પછી તેમની સંબંધિત સંસ્થાઓમાં જોડાશે.”

મંત્રાલય દ્વારા સંશોધન કાર્ય માટે ફેલો વિજ્ઞાનીઓને સુવિધા આપતી સંસ્થાને ત્રણ વર્ષ માટે પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. જ્યારે વિજ્ઞાનીઓએ વર્ષમાં માત્ર બે મહિના જ સંસ્થામાં પસાર કરી શકે છે, ત્યારે સંસ્થાએ ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે અને બાકીના વર્ષ માટે ઓનલાઈન મીટિંગ્સ દ્વારા વિજ્ઞાનીઓ સાથે જોડાવું પડશે.

આ પણ વાંચો: વિદેશ મંત્રી જયશંકર જર્મનીમાં બ્લિંકન અને કેમેરોનને મળ્યા

Back to top button