ટ્રેન્ડિંગસ્પોર્ટસ

સરફરાઝની બેટિંગે જીતી લીધું આનંદ મહિન્દ્રાનું દિલ, કરી મોટી જાહેરાત

Text To Speech

અમદાવાદ, 16 ફેબ્રુઆરી : ત્રીજી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ભારતને પ્રથમ દાવમાં 445 રનમાં આઉટ કર્યા પછી, ઇંગ્લેન્ડે શુક્રવારે અહીં ચા સુધી પ્રથમ દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 31 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ (26 રન, 28 બોલ, ત્રણ ચોગ્ગા, એક છગ્ગો) અને મોહમ્મદ સિરાજ (3 અણનમ) એ છેલ્લી વિકેટ માટે 30 મહત્ત્વપૂર્ણ રન જોડીને ભારતને 445 રન સુધી પહોંચાડ્યું હતું. બેન ડકેટ (અણનમ 19) અને જેક ક્રોલી (06 અણનમ)એ કેટલીક બાઉન્ડ્રી ફટકારી હતી પરંતુ બુમરાહ અને સિરાજે દબાણ જાળવી રાખ્યું હતું. મેચના પહેલા દિવસની વાત કરીએ તો સરફરાઝ ખાન પોતાના ટેસ્ટ ડેબ્યૂના કારણે ચર્ચામાં રહ્યો હતો.

સરફરાઝની બેટિંગ પર આનંદ મહિન્દ્રાની મોટી જાહેરાત

દરેક લોકો સરફરાઝની બેટિંગના ચાહક બની ગયા અને મહિન્દ્રા ગ્રુપના માલિક આનંદ મહિન્દ્રા પણ આ લિસ્ટમાં સામેલ થયા. આનંદ મહિન્દ્રાએ પણ સરફરાઝના વખાણ કરતા એક્સ પર પોસ્ટ કરીને મોટી જાહેરાત કરી.

“હિંમત ન છોડતો, બસ!” મહેનત, બહાદુરી, ધીરજ, એક પિતા માટે બાળકમાં પ્રેરણા આપવા માટે આનાથી વધુ સારા લક્ષણો કયા હોઇ શકે. એક પ્રેરણાદાયી માતા-પિતા હોવાના નાતે, જો નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારશે તો આ મારુ સૌભાગ્ય હશે

અગાઉ 45 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં સરફરાઝે 69.85ની એવરેજથી 3,912 રન બનાવ્યા હતા, જેમાં 14 સદી અને 11 અર્ધસદીનો સમાવેશ થાય છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 301 રન હતો. બીજી તરફ, ધ્રુવ જુરેલે પ્રતિષ્ઠિત ટી20 ટુર્નામેન્ટ, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેણે 13 મેચ રમી હતી અને ગત સિઝનમાં 172.73ના સ્ટ્રાઈક રેટ સાથે 21.71ની એવરેજથી 152 રન બનાવ્યા હતા.

સ્પાઈસજેટે મુશ્કેલીમાં મુકાયેલી ‘Go First’ને હસ્તગત કરવા માટે સંયુક્ત બિડ કરી સબમિટ

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને રદ્દ  કર્યા, તો હવે પક્ષો હવે કેવી રીતે કરશે કમાણી?

Domino’sના કર્મચારીએ નાકમાં આંગળી નાખીને પીઝા બેઝથી લૂછી, વાયરલ વીડિયો પર કંપનીની ચોંકાવનારી પ્રતિક્રિયા

Back to top button