અમેરિકન ક્રાઈમઃ 90 લાખ ડૉલરની લાલચે હત્યા કરી, અને હવે…
અમેરિકા, 16 ફેબ્રુઆરી: અલાસ્કાની એક મહિલાને તેના શ્રેષ્ઠ મિત્રની હત્યા કરવા બદલ 99 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિલાને સોશિયલ મીડિયા પર તેની બેસ્ટ ફ્રેન્ડની હત્યા હત્યા કરવા માટે $9 મિલિયનની ઓફર કરી. આ પછી યુવતીએ તેના બેસ્ટ ફ્રેન્ડની હત્યા કરી નાખી.
મહિલા ડેનાલી બ્રેહમરે, 23, ફેબ્રુઆરી 2023એ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. તેણે સ્વીકાર્યું કે તેણે 2 જૂન, 2019 ના રોજ 19 વર્ષીય સિન્થિયા હોફમેનની હત્યા કરી હતી. અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, એક એન્કરેજ મહિલાને સોમવારે હત્યા-ભાડે યોજના માટે 99 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘2019માં જયારે અલાસ્કાની રહેવાસી 18 વર્ષની ડેનાલી બ્રેહમરને ઇન્ડિયાનાની 21 વર્ષીય ડેરિન શિલમિલર દ્વારા તેના શ્રેષ્ઠ મિત્રની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. શિલ્મિલરે સોશિયલ મીડિયા પર ‘ટાયલર’ નામથી નકલી આઈડી બનાવ્યું હતું અને એક અમીર વ્યક્તિ તરીકે દેખાડીને ડેનાલીને હત્યા માટે $9 મિલિયનની ઓફર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શિલ્મિલરે ડેનાલીને તેના શ્રેષ્ઠ મિત્ર, 19 વર્ષીય સિન્થિયા હોફમેનની હત્યા કરવા માટે $9 મિલિયનની ઓફર કરી. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે હત્યાની તસવીર કે વીડિયો મોકલ્યા બાદ જ પૈસા મળશે. આ ઓફર પછી ડેનાલીએ તેના અન્ય ચાર મિત્રોને એક જૂથમાં જોડ્યા અને હત્યાની યોજના બનાવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 2 જૂનના રોજ તમામ આરોપીઓ હોફમેનને એન્કોરેજ શહેરમાં લઈ ગયા, જ્યાં તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને તેને દોરડાથી બાંધી. આ પછી તેને માથાના પાછળના ભાગમાં ગોળી મારીને નદીમાં ફેંકી દીધી હતી. પછી, 4 જૂન 2019માં અધિકારીઓને તેનો મૃતદેહ મળ્યોહતો.
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને રદ્દ કર્યા, તો હવે પક્ષો હવે કેવી રીતે કરશે કમાણી?