ગુજરાત

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સરકારી અનાજ આ શહેરમાં સગેવગે થયું

Text To Speech
  • સરકારી અનાજની દુકાનો પર ચાલતાં કૌભાંડના આંકડા સરકાર દ્વારા રજુ કરાયા
  • સરકારી અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
  • સાબરકાંઠામાં 4.77 લાખ કિલો સરકારી અનાજની ગોલમાલ

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ 4.99 લાખ કિલો સરકારી અનાજ સુરતમાં સગેવગે થયું છે. જેમાં 11 જિલ્લાઓમાંથી રૂપિયા 2.57 કરોડની કિંમતનું 14.54 લાખ કિલો અનાજ સગેવગે થયુ છે. તેમજ સાબરકાંઠામાં 4.77 લાખ કિલો સરકારી અનાજની ગોલમાલ થઇ છે.

આ પણ વાંચો: લો બોલો, અમદાવાદમાં ST બસની ચોરી થઈ, ચોર માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું

સરકારી અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા

સરકારી અનાજની દુકાનો પર ચાલતાં કૌભાંડના આંકડા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યા છે. જેના અનુસાર આંકડાઓ મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજ સગેવગે થયો હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો સરકારી અનાજ સગેવગે કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા ત્યારે સરકારી અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

આ પણ વાંચો: પાટણમાં કરુણાંતિકા, બે અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયા

અરજી કે ફરિયાદો મળી હતી તેવા કિસ્સામાં હકારાત્મક નિકાલ કરાયો

વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો છે, અહેવાલ અનુસાર, અન્ન આયોગને તા. 1-4-2022થી 31-03-2023 સુધીમાં વાજબી ભાવની દુકાનેથી અનાજનો પૂરતો જથ્થો નહિ મળવા, અનાજ ગુણવત્તાસભર ન હોવાના સહિતની અલગ અલગ કુલ 934 ફરિયાદો મળી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, જે અરજી કે ફરિયાદો મળી હતી તેવા કિસ્સામાં હકારાત્મક નિકાલ કરાયો છે.

Back to top button