લો બોલો, અમદાવાદમાં ST બસની ચોરી થઈ, ચોર માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું
- આ ઘટના શહેરમાં કૃષ્ણનગર બસ ડેપોમાં બની
- પોલીસને ઘટનાની જાણ થતા તપાસ શરૂ કરી હતી
- દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી
લો બોલો, અમદાવાદમાં ST બસની ચોરી થઈ હતી. જેમાં ગણતરીની કલાકમાં ચોર પકડાઇ ગયો હતો. તેમજ ચોર માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું હતુ. જેમાં અમદાવાદના ST બસના ડેપોમાંથી બસની જ ચોરી થઈ ગઈ હતી. તેમજ દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી.
આ પણ વાંચો: સુરતમાં રૂપિયા બે કરોડની કાર પોલીસે કરી ડિટેન, જાણો શું છે કારણ
પોલીસને ઘટનાની જાણ થતા તપાસ શરૂ કરી હતી
પોલીસને ઘટનાની જાણ થતા તપાસ શરૂ કરી હતી. જેમાં 2 કલાકની જહેમત બાદ બસ અને યુવક મળ્યો હતો. જેમાં ચોરી કરનાર યુવકની માનસિક હાલત સારી ન હતી. અગાઉ રાજ્યમાં પોલીસની જીપ ચોરી થવાની ઘટના સામે આવી હતી. ત્યાં હવે ST બસ ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર બસ ડેપોમાં બની હતી. જેમાં પોલીસ દ્વારા સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવતા બસ મળી આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો, જાણીતી રેસ્ટોરામાં સીલ તથા અન્ય 3ને દંડ ફટકાર્યો
ચોરી કરનાર યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવામાં આવ્યું કે, ચોરી કરનાર યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ હાલ તપાસ કરી રહી છે કે કેવી રીતે ST બસને ડેપોમાંથી ચોરી કરી અને દહેગામ સુધી પહોંચ્યો હતો. જેમાં વ્યક્તિ માનસિક અસ્થિર હતો તો કેવી રીતે બસ ચોરી ગયો તે પણ એક તપાસનો વિષય બન્યો છે.