ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

TMC નેતા મિમી ચક્રવર્તીએ સાંસદ પદથી આપ્યું રાજીનામું

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 15 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભિનેત્રીમાંથી સાંસદ બનેલી મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને સોંપ્યું છે. મળતી માહિતી મુજબ સ્થાનિક તૃણમૂલ નેતૃત્વ સાથે તેમના મતભેદો છે. મહત્ત્વનું છે કે લોકસભા ચૂંટણી 2019માં મમતા બેનર્જીએ મિમી ચક્રવર્તીને જાદવપુર લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જેના પર મિમી જીત્યા હતા. મિમીએ રાજીનામું ધરી દેતા તૃણમૂલ કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે.

મિમી ચક્રવર્તીએ રાજીનામા પાછળનું આ કારણ આપ્યું

મિમી ચક્રવર્તીએ કહ્યું કે, મેં જાદવપુરના કલ્યાણ માટે ઘણા સપના જોયા હતા, પરંતુ આમાં હું કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છું. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે તો, તેને એમ કહીને બદનામ કરવામાં આવે છે કે, તેઓ જનતા માટે કામ નથી કરતા. સાંસદે કહ્યું કે, હું રાજકારણને બારીકાઈથી સમજતી નથી. જ્યારે હું લોકો વચ્ચે ગઈ તો મને લાગ્યું કે આ ઘણા લોકોને પસંદ પડ્યું નથી. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં બંગાળી ફિલ્મ સ્ટાર અને ટીએમસી સાંસદ દીપક અધિકારીએ પણ TMCમાંથી રાજીનામું આપી દીધું હતું. આમ, એક પછી એક TMCમાં ગાબડું પડી રહ્યું છે.

મિમી ચક્રવર્તી પર પૈસા લૂંટવાનો આરોપો

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સરકારમાં રાજ્ય મંત્રી શ્રીકાંત મહતોએ TMCના ઘણા નેતાઓ પર પૈસા લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં, તેમણે મિમી ચક્રવર્તી, જૂન માલિયા, સયાની ઘોષ, સાયંતિકા બેનર્જી, નુસરત જહાં જેવા નેતાઓ પર પૈસા લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આ નેતાઓ પૈસા લૂંટીને પાર્ટી માટે સંપત્તિ બની જાય છે તો તેઓ મંત્રી રહેવા માંગતા નથી. તેમણે કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે આ કેબિનેટના તમામ મંત્રીઓ ચોર છે. પાર્ટી એ ચોરોને જ સાંભળશે. આપણે નવા વિકલ્પો શોધવા પડશે. તેની સામે આપણે આંદોલન છેડવું પડશે.

આ પણ વાંચો: ‘હવે ભાજપ ઈચ્છશે કે હું પાર્ટીમાં જોડાઉં…’, TMC નેતા મહુઆ મોઇત્રાના નિવેદનથી રાજકારણ ગરમાયુ

Back to top button