દુશ્મનને રોકવા માટે રશિયાએ 30 કિમી લાંબી ટ્રેન દિવાલ બનાવી!
મોસ્કો (રશિયા), 15 ફેબ્રુઆરી: રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ થયા પછી પણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે રશિયાએ તેના દુશ્મન યુક્રેનિયન સૈનિકોથી બચવા માટે નવી યુક્તિ અજમાવી છે. રશિયન સેનાએ યુક્રેનના ડોનેટ્સ્ક વિસ્તારમાં પોતાની રણનીતિમાં બદલાવ લાવીને નવી રક્ષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. રશિયાએ એક લાંબી ટ્રેનની સાંકળ તૈયાર કરી છે. એ રીતે 30 કિલોમીટર લાંબી રક્ષણાત્મક દિવાલ તરીકે ઊભી કરાઈ છે. આ ટ્રેન રશિયા હેઠળના નિયત્રિંત વિસ્તાર ઓલેનિવ્કા અને વોલ્નોવાખા વચ્ચે 30 કિલોમીટર સુધીની છે. આ પૂર્વીય યુક્રેનમાં એક મુખ્ય અવરોધ તરીકે કામ કરે છે.
આ ટ્રેનની હારમાળામાં 2100 કાર્ગો ટ્રેનોનો સમાવેશ
યુક્રેનિયન ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ ટ્રેકર ડીપસ્ટેટ અનુસાર, આમાં લગભગ 2100 કાર્ગો ટ્રેનોનો સમાવેશ થાય છે. એટલે કે આ ટ્રેનોને જોડીને રશિયન સેનાએ યુક્રેનની સેનાની સામે દિવાલ ઊભી કરી દીધી છે. જો કે, આ એન્જિનિયરિંગ માળખાની અસરકારકતા પર ખાતરી આપી શકાય તેમ નથી. પરંતુ તેને ઉદ્દેશ સાફ છે કે તે યુક્રેનિયન સંરક્ષણ દળોને રોકવા માટે આમ કરાયું છે. યુએસ સ્થિત થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) માનવું છે કે, આ ટ્રેનની રચના ભવિષ્યમાં યુક્રેનિયન હુમલાઓ સામે રક્ષણાત્મક લાઇન તરીકે કામ કરી શકે છે.
જુલાઈ 2023માં આ રણનીતિ ઘડવાનું શરૂ કર્યું
રશિયાએ જુલાઈ 2023માં આ રણનીતિ ઘડવાનું શરૂ કર્યું, તીવ્ર સંઘર્ષના કારણે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા વ્યૂહાત્મક પગલાં લેવાની જરૂર હતી. સુરક્ષાની એક અલગ યુક્તિ કહી શકાય છે કે, કારણે કે 30 કિલોમીટર લાંબા મેટલને નુકસાન પહોંચાડવું, ખસેડવું કે તેને બૉમ્બથી વિસ્ફોટ કરવા અત્યંત મુશ્કેલ છે. નિષ્ક્રિય વિસ્તારમાં ઝાર ટ્રેનનું નિર્માણ એ રશિયન સંરક્ષણને મજબૂત કરવા માટેનું એક આગોતરૂ પગલું છે. પૂર્વીય યુક્રેનમાં રશિયન સેના દ્વારા ‘ઝાર ટ્રેન’ની આ વ્યૂહાત્મક તહેનાતી યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે.