VIDEO: ડ્રાઇવરને ઝોકું આવતા ફૂડ સ્ટોલમાં કાર ઘૂસાડી, ઊભેલી મહિલા હવામાં ફંગોળાઈ
વેલ્લોર (તમિલનાડુ), 15 ફેબ્રુઆરી: વેલ્લોરમાં એક ફૂડ સ્ટોલ પર ડ્રાઇવરની ક્ષણિક ભૂલને કારણે ગંભીર અકસ્માત થયો હતો. કાર ફૂડ સ્ટોલ સાથે અથડાઈ હતી જ્યાં એક ઊભેલી મહિલાને ખરાબ રીતે ટક્કર લાગી હતી. આ દુર્ઘટનાના કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. 11 ફેબ્રુઆરીના રોજ બનેલી આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારથી ફૂટેજ વાયરલ થઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત થયો તે પહેલા ડ્રાઈવર બે દિવસથી ઊંઘ્યો ન હતો.
View this post on Instagram
CCTVમાં અકસ્માતનો વીડિયો કેદ
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પેન્નાથુરના એક ફૂડ સ્ટોલમાં એક મહિલા ખાવાનું બનાવી રહી છે. ત્યારે હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 અચાનક પૂરપાટ ઝડપે ફૂડ સ્ટોલની અંદર ઘૂસી જાય છે જ્યાં રાહ જોઈ રહેલી સાયશા નામની મહિલાને કારની ટક્કર લાગે છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે તે હવામાં ફંગોળાઈને સ્ટોલની અંદર પટકાઈ હતી. વાહને ટક્કર મારતા સાયશાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. તેને તાત્કાલિક વેલ્લોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જો કે, આ દુર્ઘટના સર્જાતા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને ડ્રાઇવરને પોલીસને હવાલે કર્યો હતો.
ડ્રાઈવરને ઝોંકુ આવી જતા અકસ્માત સર્જાયો
આ ડ્રાઈવરની ઓળખ કાર્તિક તરીકે થઈ છે. જ્યારે અકસ્માત થયો ત્યારે તે સિથેરીથી પરત ફરી રહ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, કાર્તિક દુર્ઘટના પહેલા બે દિવસથી બરાબર ઊઘ્યો નહતો. થોડી વાર માટે તેને ઝોંકુ આવી કાર પર નિયંત્રણ ગુમાવ્યો હતો. જો કે, તેની નાનકડી ભૂલનો શિકાર બીજા બન્યા હતા. પોલીસે આ અકસ્માતના પગલે ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: પાટણના હારીજમાં અકસ્માતમાં 3ના મૃત્યુ, પગપાળા યાત્રા સંઘને ટ્રક ચાલકે અડફેટે લીધા