ગુજરાતમાં બે વર્ષમાં જાણો કેટલી નકલી કરન્સી નોટો પકડાઈ
- નકલી કરન્સી નોટોના કિસ્સામાં ગુજરાતનો નંબર દેશમાં પ્રથમ ક્રમે
- આજની સ્થિતિએ હજી 3 આરોપીઓ નાસતા ફરે છે
- 2022ના કેલેન્ડર વર્ષમાં નકલી નોટોના 17 બનાવો બન્યા
ગુજરાતમાં બે વર્ષમાં ઘણી બધી નકલી કરન્સી નોટો પકડાઈ છે. જેમાં બે વર્ષમાં 32,682 નકલી કરન્સી નોટો રાજ્યમાં પકડાઈ છે. તેમજ નકલી નોટોના 3 ગુનેગારો હજી નાસતા ફરે છે. 2022ના કેલેન્ડર વર્ષમાં નકલી નોટોના 17 બનાવો બન્યા હતા.
આ પણ વાંચો: દુષ્કર્મ કેસમાં કેડીલાના રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં હાજર, હવે થશે ખુલાસા
નકલી કરન્સી નોટોના કિસ્સામાં ગુજરાતનો નંબર દેશમાં પ્રથમ ક્રમે
ઉલ્લેખનીય છે કે 2023ના કેલેન્ડર વર્ષમાં 14 બનાવો બન્યા હતા. નકલી કરન્સી નોટોના કિસ્સામાં ગુજરાતનો નંબર દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં 31 બનાવોમાં 32,682 નકલી નોટો રાજ્યમાં પકડાઈ હોવાનું અને આ ગુનાઓમાં સંડોવાયેલા 3 આરોપીઓ હજીયે નાસતા ફરતા હોવાનું બુધવારે રાજ્ય વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર થયું છે. પ્રશ્નોત્તરી દરમિયાન પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી માહિતી આપી હતી કે, 2022ના કેલેન્ડર વર્ષમાં નકલી નોટોના 17 બનાવો બન્યા હતા, જેમાં 14,165 નકલી કરન્સી નોટા કબજે લેવાઈ હતી, જ્યારે 2023ના કેલેન્ડર વર્ષમાં 14 બનાવો બન્યાં હતા, જેમાં 18,517 નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી.
આ પણ વાંચો: પાટણના હારીજમાં અકસ્માતમાં 3ના મૃત્યુ, પગપાળા યાત્રા સંઘને ટ્રક ચાલકે અડફેટે લીધા
આજની સ્થિતિએ હજી 3 આરોપીઓ નાસતા ફરે છે
આ બધા બનાવોમાં કુલ 110 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આજની સ્થિતિએ હજી 3 આરોપીઓ નાસતા ફરે છે, જેમને પકડવાના હજી બાકી છે. મંત્રી દ્વારાએ જાહેર થયું ન હતું કે, પકડાયેલી કુલ 32,682 નકલી નોટો કેટલા ડિનોમિનેશનની હતી અર્થાત કેટલા રૂપિયાની હતી.