- ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે મોત
- ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
- ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત થયો
પાટણના હારીજમાં અકસ્માતમાં 3ના મૃત્યુ થયુ છે. જેમાં પગપાળા યાત્રા સંઘના લોકોને ટ્રક ચાલકે અડફેટે લીધા છે. તેમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દાંતરવાડા ગામના પાટીયા પાસે આ અકસ્માતની ઘટના બની છે. તેમાં પગપાળા જતા યાત્રા સંઘના લોકોને ટ્રક ચાલકે કચડી નાખ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત, સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે
ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત થયો
ઉલ્લેખનીય છે કે ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે તથાઅકસ્માતમાં અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હારીજના દાંતરવાડા ગામના પાટીયા પાસે સવારે આ ગોઝારી ઘટના બની હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્તા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘના લોકોને અજાણ્યા આઈસર ટ્રકે ટક્કર મારી હતી.
આ પણ વાંચો: દુષ્કર્મ કેસમાં કેડીલાના રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં હાજર, હવે થશે ખુલાસા
ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે મોત થતા માહોલ ગમગીન બન્યો છે. તેમજ મૃતકની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી છે. તેમજ ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તથા ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.