ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી સંમેલનને સંબોધશે, જાણો શું છે કાર્યક્રમ

Text To Speech
  • વહીવટી તંત્ર તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તૈયારીઓ આરંભી
  • એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, પશુપાલકો, ખેડૂતોના સંમેલનને સંબોધશે
  • બનાસકાંઠાના લાખણીમાં 4 કિલોમીટર લાંબા રન-વે પર ઉતરાણ કરે તેવી શક્યતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી સંમેલનને સંબોધશે. જેમાં 22મીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન એક લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સંબોધશે. લોકસભા ચૂંટણી પહેલાં ચાર જ દિવસમાં આખું ગુજરાત ફરશે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં 4 કિલોમીટર લાંબા રન-વે પર ઉતરાણ કરે તેવી શક્યતા છે.

એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, પશુપાલકો, ખેડૂતોના સંમેલનને સંબોધશે

ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે આ આયોજન ચાલી રહ્યાનું જાણવા મળ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા 22મી ફેબ્રુઆરીથી ત્રણ કે ચાર દિવસમાં સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરશે. 22 ફેબ્રુઆરીએ તેઓ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, પશુપાલકો, ખેડૂતોના સંમેલનને સંબોધશે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMFના 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે આ આયોજન ચાલી રહ્યાનું જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાત: ધો. 10 અને 12 બોર્ડનું પરિણામને લઈ મોટા સમાચાર

વહીવટી તંત્ર તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તૈયારીઓ આરંભી

22 ફેબ્રુઆરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનો આરંભ બનાસકાંઠાના લાખણી તાલુકામાં એરફોર્સ દ્વારા તૈયાર કરાયેલા 4 કિલોમીટર લાંબા રન-વે ઉપર ઉતરાણ કરે તેવી શક્યતા છે. જેના માટે વહીવટી તંત્ર તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તૈયારીઓ આરંભી છે. લાખણીમાં તૈયાર થયેલો રન-વે એ દેશના સૌથી મોટા રન-વે પૈકીનો એક છે. આ દિવસે તેઓ વિસનગરના તરભ વાળીનાથમાં યોજનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં યોજનારા એક લાખ દુધ ઉત્પાદકોના સમારોહમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

Back to top button