ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા ફરી ગોળીઓના અવાજથી હચમચી ગયું, કેન્સાસમાં ગોળીબારથી 1નું મૃત્યુ-22 ઘાયલ

  • ગોળીબારની આ ઘટનામાં ઘાયલ થયેલા 22 લોકોમાં 8 બાળકોનો સમાવેશ

કેન્સાસ(અમેરિકા), 15 ફેબ્રુઆરી: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. ગોળીબારની સતત ઘટનાઓથી અમેરિકાના લોકો આઘાતમાં છે. પાગલ હુમલાખોરો અંધાધૂંધ ગોળીબાર કરે છે, જેના પરિણામે ઘણા લોકોના મૃત્યુ અને ઇજાઓ થાય છે. આવો જ એક કિસ્સો કેન્સાસ સિટીમાંથી પણ બહાર આવ્યો છે. કેન્સાસમાં ગોળીબારની ઘટનામાં 22 લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં એકનું મૃત્યુ થયું છે. આ આંકડો હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ, કેન્સાસ શહેરમાં થયેલી ફાયરિંગની ઘટનામાં ઘાયલ લોકોમાં આઠ બાળકો છે. ફાયરિંગની આ ઘટના સ્પોર્ટિંગ ઈવેન્ટ ‘સિટી ચીફ્સ સુપર બાઉલ’ની પરેડ દરમિયાન બની હતી.

 

 

પોલીસે વધુ માહિતી આપી નથી

કેન્સાસ સિટીના પોલીસ વડા સ્ટેસી ગ્રેવ્સે જણાવ્યું હતું કે, આ ઘટનાના સંબંધમાં ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમને માહિતી મળી છે કે કાર્યક્રમમાં સામેલ કેટલાક લોકોએ આ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં મદદ કરી હતી.

 

 

સ્ટેસી ગ્રેવ્સે વધુમાં કહ્યું કે, આજે જે પણ થયું તેનાથી હું દુ:ખી છું. અહીં આવેલા લોકોને ઓછામાં ઓછા સલામત વાતાવરણની અપેક્ષા હતી. પોલીસે ધરપકડ કરાયેલા લોકો વિશે તાત્કાલિક કોઈ માહિતી જાહેર કરી ન હતી.

 

 

ફાયરિંગનું કારણ હજુ સુધી અકબંધ

પોલીસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું નથી કે, ફાયરિંગ પાછળનો હેતુ શું હતો. અગાઉ ગયા વર્ષે પણ ડેન્વર શહેરમાં MBA ચેમ્પિયનશિપમાં ગોળીબાર થયો હતો. તેમાં પણ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ગોળીબાર બાદ અવિશ્વાસ સાથે ભાગતા લોકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા તેમજ થોડા દિવસો પહેલા ન્યૂયોર્કના સબવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પણ ફાયરિંગ થયું હતું.

ભારતીય મૂળના દંપતી અને જોડિયા પુત્રોનું કેલિફોર્નિયામાં થયું અવસાન

અગાઉ, એક ભારતીય મૂળના દંપતી અને તેમના ચાર વર્ષના જોડિયા પુત્રો કેલિફોર્નિયામાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી અનુસાર, કેલિફોર્નિયા રાજ્યમાં મૃતકોની ઓળખ આનંદ સુજીત હેનરી, તેની પત્ની એલિસ પ્રિયંકા અને ચાર વર્ષના જોડિયા પુત્રો તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આ કેસની તપાસ હત્યા-આત્મહત્યાના પરિપ્રેક્ષ્યથી કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું અકાળ મૃત્યુ

Back to top button