ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

પ્રાંતિજમાં જૂથ અથડામણ, હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ, કેટલાક ઘાયલ

Text To Speech

પ્રાંતિજ, 14 ફેબ્રુઆરી, 2024: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જૂથ અથડામણ થઈ હોવાના અહેવાલ છે. આ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ આજે 14 ફેબ્રુઆરીને બુધવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જૂથ અથડામણ થઈ હતી.  પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં આ અથડામણ થઈ હતી.

પ્રાથમિક વિગતો અનુસાર એક સમુદાયના લોકોએ આ વિસ્તારોમાં સૌપહેલાં સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી હતી અને ત્યારબાદ મોટાપાયે પથ્થરમારો કરીને હુમલા કર્યા હતા. હુમલામાં ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.

આ હુમલો થતાં રાજુભાઈ રાઠોડ નામના એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. અથડામણના સમાચાર મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

એક પ્રારંભિક અનુમાન એવું પણ છે કે, અંગત અદાવતમાં મારામારી થઈ હશે, જે દરમિયાન હવામાં ગોળીબાર પણ થયો હતો.

જોકે, પ્રાંતિજની આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સ્ટેટ જીએસટી વિભાગની મોટી કાર્યવાહી, બોગસ બિલિંગ સંદર્ભે બે પેઢીના માલિકોની ધરપકડ

Back to top button