બિઝનેસ

દવાનું વેચાણ વધારવા માટે Dolo-650 ડૉક્ટરોને મળી રૂ.1 હજાર કરોડની ગિફ્ટ, હવે પડ્યા ઈન્કમ ટેક્સના દરોડા !!!

Text To Speech

દેશની સૌથી જાણીતી દવા બનાવતી કંપની ડોલો-650 (Dolo-650) પર આવકવેરા વિભાગની મુખ્ય સંસ્થા સીબીડીટીએ દરોડા પાડ્યા છે. કોરોના કાળમાં અને સામાન્ય તાવ આવવાની સ્થિતિમાં સૌથી વધુ ડોલો-650નો ઉપયોગ થયો છે. જેના પર સીબીડીટીએ ડોલો-650 દવા બનાવતી કંપની પર પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરો અને મેડિકલ પ્રેક્ટિસનરોને રૂ. 1000 કરોડથી વધુની ભેટ આપવા સહિતની અનૈતિક પ્રવૃત્તિઓ આચરવાનો આરોપ મૂક્યો છે.

દરોડાની આ કાર્યવાહી પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવકવેરા વિભાગે 1.20 કરોડ રૂપિયાના બેહિસાબી રોકડ અને 1.40 કરોડ રૂપિયાનું સોનું અને હીરા પણ જપ્ત કર્યા હતાં. નોંધનીય છે કે આ અગાઉ 6 જુલાઇના રોજ આવકવેરા વિભાગે ડોલો-650 દવા બનાવતી બેંગાલુરુ સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડના 9 રાજ્યોના કુલ 36 પરિસરોમાં દરોડા પાડયા હતાં.

જો કે હજી સુધી આવકવેરા વિભાગની આ કાર્યવાહી અંગે માઇક્રો લેબ્સ લિમિટેડ દ્વારા કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. સીબીડીટીએ આરોપ મૂક્યો છે કે માઇક્રો લેબ્સ પ્રાઇવેટ લિમિટેડે પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરો અને મેડિકલ ડોક્ટરોને અનેક વસ્તુઓ મફતમાં આપી હતી. જેમાં પ્રવાસ ખર્ચ અને અનેક મોંઘી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

સીબીડીટી દ્વારા કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપની માઇક્રો લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ જ છે.

Back to top button