ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘જો હું મરીશ તો મરાઠા લંકાની જેમ મહારાષ્ટ્રને સળગાવી દેશે’: મનોજ જરાંગેની રાજ્ય સરકારને ચેતવણી

મહારાષ્ટ્ર, ૧૪ ફેબ્રુઆરી : મરાઠા આરક્ષણ આંદોલનનું(Maratha Reservation Movement) નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ(Manoj Jarange Patil) ફરી એકવાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગે બુધવારે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે જો તે ભૂખ હડતાળ દરમિયાન મૃત્યુ પામશે તો મરાઠા સમુદાયના(Maratha community) સભ્યો મહારાષ્ટ્રને એવી રીતે આગ લગાડી દેશે જેવી રીતે ભગવાન હનુમાને લંકાને આગ લગાવી હતી.

મનોજ જરાંગેના નજીકના એક કાર્યકર્તાએ જણાવ્યું કે જરાંગેના અનિશ્ચિત મુદતના ઉપવાસ બુધવારે પાંચમા દિવસે પણ ચાલુ છે જેના કારણે તેની તબિયત બગડી રહી છે પરંતુ તેઓ ડોક્ટરને તેમનું મેડિકલ કરવા દેતા નથી. મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગ (ઓબીસી) જૂથમાં સમાવવાની માગણી સાથે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં તેમના મૂળ ગામ અંતરવાલી સરતીમાં તેઓ અનિશ્ચિત સમયના ઉપવાસ પર છે.

મરાઠા નેતા (Maratha leader) મનોજ જરાંગેના નજીકના લોકોનું કહેવું છે કે તેમની તબિયત બગડી રહી છે, તેમના નાકમાંથી લોહી નીકળે છે પરંતુ તે ન તો પાણી પી રહ્યો છે કે ન તો દવા લઈ રહ્યાં  છે. એક વર્ષથી ઓછા સમયમાં આ ચોથી વખત છે જ્યારે જરાંગે મરાઠા સમુદાયને ઓબીસી હેઠળ સમાવવાની માંગને લઈને ભૂખ હડતાળ પર છે.

જારંગે ચેતવણી જારી કરી હતી

મનોજ જરાંગે જાલનામાં વિરોધ સ્થળ પર પત્રકારોને જણાવ્યું કે રામાયણમાં ભગવાન હનુમાને પોતાની પૂંછડીથી લંકાને આગ લગાવી દીધી હતી. જો હું આ વિરોધ દરમિયાન મરી જઈશ તો મરાઠાઓ મહારાષ્ટ્રને લંકા બનાવી દેશે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈપણ જાહેરસભાને મંજૂરી આપવામાં આવશે નહીં.

મનોજ જરાંગે છગન ભુજબળથી નારાજ

તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પર ગયા વર્ષના આંદોલન દરમિયાન મરાઠા વિરોધીઓ સામે દાખલ કરાયેલા કેસ પાછા ન ખેંચીને મરાઠા સમુદાય સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે અજિત પવાર મંત્રી અને વરિષ્ઠ એનસીપી (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા છગન ભુજબળને સમર્થન આપી રહ્યા છે જ્યારે ભુજબળ મરાઠા સમુદાયને OBC કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં છે.

‘8 ભારતીયોને ફાંસીની સજા આપ્યા બાદ કતરે કેમ કર્યા મુક્ત?’ : પાકિસ્તાની નિષ્ણાતે કર્યો આવો દાવો

‘શ્રદ્ધા છે કે દેખાડો…’ ! તુલસી અને શિવલિંગ પર જળ ચઢાવી ટ્રોલ થયા અમિતાભ બચ્ચન

લાઈવ મેચમાં ફૂટબોલ ખેલાડીના માથા પર વીજળી પડી અને.. : વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

 

Back to top button