મહેસાણા-વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ગાબડું, બંને છેડે પોલીસ બંદોબસ્ત
મહેસાણા, 14 ફેબ્રુઆરી 2024, વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ત્રણ ફૂટ જેટલું ગાબડું પડી જતા આજે વહેલી સવારથી બ્રિજ પર 20 દિવસ માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં માત્ર રિપેરિંગ જ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હવે તંત્રના અધિકારી કહી રહ્યા છે કે, એક્સપર્ટની સલાહ લઇને આગળની કાર્યવાહી કરીશું.
સ્થાનિકોની આખો બ્રિજ ઉતારીને નવો બનાવવા માંગ
મહેસાણા શહેરમાં બનાવેલા રામોસણા અને વિસનગર રોડને જોડતા આંબેડકર બ્રિજ પર મોટું ગાબડું પડી જતા બ્રિજના બંને છેડે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ લગાવી દેવાયા છે. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, માર્ગ મકાન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા 2014માં આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જ્યારથી બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં આવ્યો છે. બ્રિજ પર ગાબડાં પડતાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તૂટેલા બ્રિજ પર માત્ર થીંગડાં મારી તંત્રએ અત્યાર સુધી સંતોષ માન્યો છે. સ્થાનિકોની માંગ છે કે આ આખો બ્રિજ ઉતારીને નવો બનાવવામાં આવે.
બ્રિજ 20 દિવસ સુધી બંધ રાખવામાં આવશે
આ અંગે માર્ગ મકાન વિભાગ અધિકારી ડી.આર.પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, બ્રિજ 2014માં બનાવવામાં આવ્યો છે. રિપેરિંગની કામગીરી કરવાની હતી એ બંધ કરવામાં આવી છે. હાલમાં જે ગેપ થઈ છે તે બ્રિજ એક્સપોર્ટને બોલાવી તાત્કાલિક રિપેર કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર બ્રિજનું રિનોવેશન કરવામાં આવશે. એક્સપર્ટ ઓપિનિયન લઈ આગળ કાર્યવાહી કરીશુ. બ્રિજની ગુણવત્તામાં બીજા જોઈન્ટ બરાબર છે. હાલમાં એક એક્સપનસ જોઈન્ટ ખૂલેલ છે તે મામલે નિર્ણય કરવામાં આવશે.બ્રિજ 20 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા : પશુઓમાં થતાં ખારવા – મોવાસાના રોગને પહોંચી વળવા તંત્ર ખડે પગે