બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ફિલ્મનું બીજું ટીઝર રીલીઝ, એક માતાની વેદના હચમચાવશે
- હવે બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ફિલ્મનું બીજુ ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં એક લાચાર અને મજબૂર માતા પોતાની દર્દભરી કહાની સંભળાવી રહી છે. તે નક્સલીઓ સાથે પોતાના પરિવારનો બદલો લેવા ઈચ્છે છે.
મુંબઈ, 14 ફેબ્રુઆરીઃ અદા શર્મા હાલમાં તેની ફિલ્મ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું પહેલી ટીઝર રીલીઝ થયું હતું, જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે ફિલ્મનું બીજું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે.
શું છે ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ ફિલ્મના બીજા ટીઝરમાં?
હવે ફિલ્મનું બીજું ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં એક લાચાર અને મજબુર માતા પોતાની દર્દભરી કહાની સંભળાવી રહી છે. તે નક્સલીઓ સાથે પોતાના પરિવારનો બદલો લેવા ઈચ્છે છે. તે કહે છે મારા પતિને નક્સલીઓએ મારી નાંખ્યા. આખા ગામ સામે તેમના 32 ટુકડા કરી દીધા. તેમની શું ભૂલ હતી? બસ એજ કે 15 ઓગસ્ટના રોજ તેમણે સ્કૂલમાં ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. બસ્તરમાં ભારતનો ઝંડો લહેરાવવો એક ગુનો છે. તેની સજા દર્દનાક મૃત્યુ છે.
પતિનો બદલો લેવા અને પુત્રને પાછો લાવવા માતાએ હથિયાર ઉપાડ્યા
તે આગળ કહે છે, ‘તેઓ મારા પુત્રને ઉપાડીને ગયા અને લઈ ગયા. તેને પણ નક્સલવાદી બનાવી દેશે. દરેક પરિવારમાંથી તેમને એક બાળક આપવું પડે છે. જે નથી આપતા તેમના સમગ્ર પરિવારને ખતમ કરી નાખે છે. હું મારા પતિનો બદલો લેવા અને મારા પુત્રને પરત લાવવા માટે જીવિત છું. હું એ નક્સલવાદીઓને ખતમ કરીને જ રહીશ.
ક્યારે રીલીઝ થશે ફિલ્મ?
‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ ફિલ્મનું ટીઝર તેના હાર્ડ-હિટિંગ ડાયલોગ્સ સાથે હૃદયને હચમચાવી નાખે તેવું છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 15 માર્ચ, 2024ના રોજ વિશ્વભરના થિયેટર્સમાં રીલીઝ થવાની છે.
View this post on Instagram
અદા શર્મા દમદાર રોલમાં જોવા મળશે.
‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ બનાવી છે. સનશાઈન પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અદા IPS ઓફિસર નીરજા માધવનની ભૂમિકા ભજવી રહી છે, જેણે નક્સલવાદીઓ સામે યુદ્ધ છેડ્યું હતું. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ટીઝરને સોશિયલ મીડિયા પર દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ બંગાળ એવું રાજ્ય બની ગયું છે જે બળાત્કારીઓ ચલાવે છે: સંદેશખાલી કેસ પર ભાજપ