ટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

પ્લેન મોડું ટેકઑફ કરે છે તો મુસાફરોને કેમ વહેલા પ્લેનમાં બેસાડવામાં આવે છે?

Text To Speech

અમદાવાદ, 14 ફેબ્રુઆરી : આજકાલ આપણે બધા જાણીએ છીએ કે લોકો પાસે સમય ઓછો હોય છે. દરેક વ્યક્તિ શક્ય તેટલો સમય બચાવવા માંગે છે, પછી ભલે તે મુસાફરીનો સમય હોય કે પછી કોઈ લાંબુ કાર્ય પળવારમાં પૂર્ણ કરવાનું હોય. આ જ કારણ છે કે લોકો હવે આરામદાયક મુસાફરી માટે અને સમય બચાવવા માટે ટ્રેનને બદલે ફ્લાઈટ લે છે. પરંતુ, હવાઈ મુસાફરી કરતા પહેલા, તમારે અહીં શું કરવાનું છે અને શું નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે પણ આપણે હવાઈ મુસાફરી કરીએ છીએ, ત્યારે બોર્ડિંગ વહેલું થઈ જાય છે અને ફલાઈટને ઉપડવામાં ઘણો સમય લાગે છે. જો કે આ આપણી દિનચર્યાનો ભાગ બની ગયું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? લોકો ઇન્ટરનેટ પર પણ આ પ્રશ્ન પૂછે છે, પરંતુ સાચો જવાબ ભાગ્યે જ કોઈને ખબર હશે. ચાલો આજે આ વિશે જાણીએ.

બોર્ડિંગ પછી ઘણા સમય સુધી પ્લેન ઊભા રહે છે

ફ્લાઈટ્સ આપણી મુસાફરીનો ઘણો સમય બચાવે છે અને તે કેટલાક દિવસોની મુસાફરી કલાકોમાં સમાપ્ત કરે છે. પરંતુ, કેટલીક એવી સમસ્યાઓ છે જેવી કે, બોર્ડિંગ દરમિયાન લાગેલો સમય અથવા બોર્ડિંગ પછી ફ્લાઇટ ટેકઑફમાં થતો વિલંબ. ઘણી વખત તો વિમાનમાં અડધો કલાકથી 40 મિનિટ જેટલા સમય સુધી એમ જ બેસવું પડે છે જેના કારણે મુસાફરો બેચેન થઈ જાય છે. વાસ્તવમાં, વહેલું બોર્ડિંગ કરવા પાછળનો હેતુ તો એ છે કે સુરક્ષા અને અન્ય બાબતો સમયસર કરવામાં આવે જેથી વિમાનના ઉડ્ડયન સમયને અસર ન થાય. આ પાછળનું કારણ સ્ટાર એર કન્સલ્ટિંગના ચેરમેન હર્ષ વર્ધને જણાવ્યું છે.

આ છે વિલંબનાં કારણો…

એવિએશન નિષ્ણાત હર્ષ વર્ધનના જણાવ્યા અનુસાર, ઘણી વખત બોર્ડિંગ બાદ એરક્રાફ્ટનો ગેટ બંધ કરવામાં વિલંબ થાય છે. જ્યાં સુધી પાયલોટને એરિયા કંટ્રોલ સેન્ટર તરફથી પ્લેન ટેકઑફ કરવાની પરવાનગી ન મળે ત્યાં સુધી તે પ્લેન ઉડાડી શકે નહીં. આ સિવાય ક્યારેક વિમાનમાં કોઈ પ્રાણી જોવા મળે તો તેના કારણે પણ વિલંબ થાય છે. ઘણી વખત ફ્લાઇટ રનવે પર જ અટકી જાય છે. કારણ કે, પાઇલટ નેવિગેશન સંબંધિત ક્લિયરન્સ મેળવવામાં અસમર્થ હોય તો તેણે એરક્રાફ્ટને રોકવું પડે છે. સામાન્ય રીતે જ્યાં સુધી વિમાનમાં કોઈ મોટી ખામી ન હોય ત્યાં સુધી તેને સમયસર ટેકઑફ કરવાના પ્રયાસો કરવામાં આવે છે.

આ પણ વાંચો : વાઇફાઇ રાઉટર સાથે આ ભૂલ ક્યારેય ન કરો

Back to top button