વાસી ખોરાક ખાવાની આ તે કેવી રીત? જુઓ વીડિયો
સોશિયલ મીડિયા, 14 ફેબ્રુઆરી : ઘણીવાર લોકો બચેલા ખોરાકને બીજા દિવસે ફરીથી ગરમ કરીને ખાય છે. આવું જ કંઈક કરતી એક મહિલાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બચેલા નાનને ગરમ કરીને ખાવાની મહિલાની પદ્ધતિએ ઇન્ટરનેટની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એક વપરાશકર્તાએ તાજેતરમાં એક ક્લિપ શેર કરી છે જેમાં જ્યારે બચેલો ખોરાક બીજા દિવસે ખાવામાં આવે ત્યારે તેનો સ્વાદ 10 ગણો વધી જાય છે.
વીડિયોમાં અલીશાય નામની એક મહિલા નળના પાણીની નીચે નાન ધોતી અને ખાધા પહેલા તેને તવા પર તેલમાં શેકતી જોવા મળે છે. તેને આમ કરતા જોઈને લોકો સોશિયલ મીડિયા પર આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણી કોમેન્ટ કરીને કેટલાક લોકોએ કહ્યું કે તેઓ આ રીતે જ વાસી રોટલીને ફરીથી ગરમ કરે છે, જ્યારે અન્ય કેટલાક લોકોએ આ ટેકનિકને સંપૂર્ણ રીતે આશ્ચર્યજનક ગણાવી છે.
જુઓ વીડિયો
View this post on Instagram
રોટલી ધોવાનું કારણ જણાવતા @everythingalishay કહ્યું કે,
બચેલા ખોરાકનો સ્વાદ ISTG ની આગલી રાત કરતાં 10 ગણો વધુ સારો હોય છે, શું તમે નાન ફ્રાય નથી કરતા? YUMMM, જો તમે કોઈપણ વાસી રોટલીમાં પાણી નાખીને તેને ટોસ્ટ કરશો તો તે નરમ થઈ જશે અને ફરીથી નવી બનેલી રોટલી જેવી થઈ જશે. મેં ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ કર્યો છે, તેથી તમે પણ કૃપા કરીને ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ કરો.
લોકોએ શું કહ્યું…
આ પોસ્ટને શેર કરવામાં આવી ત્યારથી આઠ લાખથી વધુ લાઈક્સ અને 32 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. એક યુઝરે કહ્યું, ‘જે લોકો નાન ધોવાની ફરિયાદ કરે છે તેઓ ક્યારેય સાચી સંસ્કૃતિ જાણતા નથી.’ બીજાએ લખ્યું, ‘જર્મનીમાં દરેક વ્યક્તિ તેના બ્રેડ રોલને ફરીથી ખાવા માટે ઓવનમાં મૂકતા પહેલા ભીના કરે છે. તેથી આ નાન થિંગ ઇસ નોર્મલ, ઇટ્સ ડીલીસીયસ. ત્રીજાએ લખ્યું, ‘અરે જમતાં પહેલાં થાળી ધોવાની હતી, રોટલી નહીં.’
આ પણ વાંચો : વાઇફાઇ રાઉટર સાથે આ ભૂલ ક્યારેય ન કરો