ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

વાઇફાઇ રાઉટર સાથે આ ભૂલ ક્યારેય ન કરો

અમદાવાદ, 14 ફેબ્રુઆરી : હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે મોટાભાગના લોકો ઘરે વાઈફાઈ એટલે કે બ્રોડબેન્ડ કનેક્શન લે છે. WiFi કનેક્શનના ઘણા ફાયદા છે. તે અમર્યાદિત ડેટા તેમજ હાઇ સ્પીડ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. પરંતુ, કેટલીકવાર Wi-Fi કનેક્શન લીધા પછી પણ ડેટાની સ્પીડ ઘણી ધીમી આવતી હોઇ તો, તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોઇ શકે છે.

જો તમે ઘરે બ્રોડબેન્ડ કનેક્શન લીધું છે, તો પણ ઇન્ટરનેટની સ્પીડ સારી નથી આવતી તો આના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત લોકો એવું વિચારવા લાગે છે કે પ્લાન સસ્તો હોવાથી સ્પીડ નથી આવતી પરંતુ એવું નથી. ઘણી વખત આપણી ભૂલોને કારણે Wi-Fi કનેક્ટેડ હોવા છતાં પણ ઇન્ટરનેટની સ્પીડ સારી નથી આવતી.આવું કેવી રીતે થાય છે? જો રાઉટર યોગ્ય રીતે લાગેલુંના હોય તો તેના કારણે પણ સ્પીડ ધીમી થઈ જાય છે.

જો તમે તમારા બ્રોડબેન્ડ કનેક્શનથી સારી સ્પીડ મેળવવા માંગો છો, તો તમારે રાઉટરના ઇન્સ્ટોલેશન પર પણ ધ્યાન આપવું જોઈએ. કેટલીક એવી જગ્યાઓ જ્યાં તમારે તમારા Wi-Fi રાઉટરને બિલકુલ ન રાખવું જોઈએ.

જો તમારું ઘર એક કરતાં વધુ ફ્લોર વાળું બનેલું છે, તો રાઉટર ઇન્સ્ટોલ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું કે તેને ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્સ્ટોલ ન કરવું. તેને મિડલ ફ્લોર પર ઇન્સ્ટોલ કરવાથી તમને આખી બિલ્ડિંગમાં સારી કનેક્ટિવિટી મળશે.

ઘણી વખત તમે જોયું હશે કે, લોકો વાઇ-ફાઇ રાઉટરને સ્ટૂલ અથવા ટેબલ પર રાખે છે, તેનાથી પણ સ્પીડ ઓછી થઈ જાય છે. જો શક્ય હોય તો રાઉટરને કોઈ ચીજ પર રાખવાને બદલે દિવાલ પર લટકાવી દો. ઊંચાઈએ રહેવાથી તમને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

ઘણીવાર લોકો રૂમના ખૂણામાં રાઉટર રાખે છે. રાઉટરને એવી જગ્યાએ ક્યારેય ન રાખો જે બે-ત્રણ બાજુની દિવાલોથી ઘેરાયેલું હોય. કારણ કે, બંધ જગ્યાને કારણે સિગ્નલ યોગ્ય રીતે પહોંચી શકતા નથી અને ડેટાની સ્પીડ ઓછી થવા લાગે છે. જેથી WiFi કવરેજ નબળું પડવા લાગે છે.

જો તમે ઘણા દિવસોથી સતત રાઉટર ચલાવો છો, તો પણ સ્પીડ ઘણી વખત ઓછી થઈ જાય છે. તમારે રાઉટરને બેથી ત્રણ દિવસમાં એકવાર સ્વિચ ઓફ કરવું. જેના કારણે wifiની સ્પીડ વધારવામાં મદદ મળશે.

ઘણી વખત રાઉટરના એન્ટેનાની ખોટી સ્થિતિને કારણે સિગ્નલને યોગ્ય કવરેજ મળતું નથી. જો સ્પીડ યોગ્ય રીતે ન આવતી હોય તો એકવાર એન્ટેનાની સ્થિતિ બદલવી જોઈએ.

આ પણ વાંચો : વોટ્સએપના આ આકર્ષક ફીચરથી નાના વેપારીઓને મળશે લાભ

Back to top button