ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

કોહલીના બચાવમાં BCCI પ્રમુખ, કહ્યું- “તેના સ્કોર પર કરો એક નજર”

Text To Speech

વિરાટ કોહલી તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ હવે વિરાટ કોહલીને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સમર્થન મળી ગયું છે.

વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મના કારણે ટીકાકારોના નિશાના પર છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી-20 શ્રેણીમાં વિરાટ કોહલીના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં તેની હાજરીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીનો બચાવ કર્યો છે.

કોહલીના બચાવમાં ગાંગુલી

સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી છે કે “વિરાટ કોહલી જલ્દી સારું કરશે. સૌરવ ગાંગુલીએ કહ્યું, “વિરાટ કોહલીએ મોટા માપદંડો સ્થાપિત કર્યા છે. હું આશા રાખું છું કે વિરાટ કોહલી જલ્દી જ વાપસી કરશે અને વધુ સારું પ્રદર્શન કરશે. વિરાટ કોહલીના સ્કોર ચેક કરો. ક્ષમતા અને ગુણવત્તા વિના આવા સ્કોર મેળવી શકાતા નથી.”

વિરાટ કોહલી લગભગ ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે. વિરાટ કોહલી 6 વર્ષમાં પ્રથમ વખત ICC ટેસ્ટ રેન્કિંગના ટોપ 10 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ ગયો છે.

હાલ ઈજાગ્રસ્ત છે વિરાટ કોહલી

આટલું જ નહીં ખરાબ ફોર્મ વચ્ચે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ ઈજાગ્રસ્ત થયો છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. વિરાટ કોહલીના સ્નાયુઓમાં ખેંચાણ છે. બીજી અને ત્રીજી વનડેમાં પણ વિરાટ કોહલીની રમે તે નક્કી નથી. આ સિવાય વિરાટ કોહલીને આવતા મહિને રમાનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાંથી પણ આરામ આપવામાં આવી શકે છે. જો કે એશિયા કપ માટે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

Back to top button