ટ્રેન્ડિંગનેશનલ

અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીને પેન્ટ ઉતારીને માર મારવા પર કાર્યવાહી, ચીફ પ્રોક્ટરને હટાવ્યા

Text To Speech
  • અલ્હાબાદ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની પેન્ટ કાઢીને માર મારવાના મામલામાં કાર્યવાહી કરવામાં આવી
  • આરોપી ચીફ પ્રોક્ટરને હટાવ્યા, વાઇસ ચાન્સેલરે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના કરી

પ્રયાગરાજ, 13 ફેબ્રુઆરી: અલ્હાબાદ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની પેન્ટ કાઢીને માર મારવાના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીને માર મારનાર આરોપી ચીફ પ્રોક્ટર પ્રોફેસર રાકેશ સિંહને હટાવવામાં આવ્યા છે. વાઇસ ચાન્સેલરે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના પણ કરી છે. આ તપાસ સમિતિના અધ્યક્ષ બોટની વિભાગના પ્રોફેસરને બનાવવામાં આવ્યા છે.

સમિતિ કરશે પીડિત વિદ્યાર્થીના કેસની તપાસ

આ સમિતિ પીડિત વિદ્યાર્થીની મારપીટના કેસની તપાસ કરશે. સમિતિને એક મહિનામાં તપાસ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી ફિઝિક્સ વિભાગના વડા પ્રોફેસર કે.એન.ઉત્તમ કાર્યકારી ચીફ પ્રોક્ટરની જવાબદારી સંભાળશે.

નોંધનીય છે કે અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારપીટના મામલે 29 જાન્યુઆરીથી સતત આંદોલન કરી રહ્યા હતા. જેના કારણે આખરે કુલપતિ પ્રો. સંગીતા શ્રીવાસ્તવે ચીફ પ્રોક્ટર પ્રોફેસર રાકેશ સિંહને હટાવી દીધા છે. રાકેશ સિંહ પર આરોપ છે કે તેમણે વિદ્યાર્થી અભિષેક ગુપ્તાને તેની પેન્ટ કાઢીને માર માર્યો હતો.

વાઇસ ચાન્સેલરનો વિદ્યાર્થીઓએ આભાર માન્યો

ચીફ પ્રોક્ટર સામેની કાર્યવાહી બાદ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે આશા પણ વ્યક્ત કરી હતી કે નિષ્પક્ષ તપાસ થાય, જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળે. હાલ વિદ્યાર્થીઓએ યોગ્ય તપાસ કરવાની માંગ સાથે પોતાનો વિરોધ મોકૂફ રાખ્યો છે. જો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી એકવાર આંદોલનની ચીમકી પણ આપી છે.

મામલો શું હતો?

MAના છેલ્લા વર્ષના વિદ્યાર્થી અભિષેક ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે તેને પ્રોક્ટર ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. ફોન કરનાર SSL હોસ્ટેલના સુપ્રિટેન્ડેન્ટ હતા. પ્રોક્ટર ઓફિસમાં તેને કપડા કાઢીને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

આ પણ વાંચો: ખૂંખાર આરોપીને પકડવા પોલીસે રાખ્યું 50 પૈસાનું ઈનામ!

Back to top button