ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન પર મૌન તોડ્યું, સરકારને લીધી આડે હાથ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: ખેડૂતોના આંદોલન 2020ના વડા રાકેશ ટિકૈત આ વખતે બહુ સક્રિય દેખાતા નથી. જો કે હવે આ મામલે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ખેડૂતોના આંદોલનને યોગ્ય ઠેરવ્યું છે. તેમણે ખેડૂતોના આંદોલનને સમર્થન આપતાં કહ્યું કે, જ્યારે તેમની સમસ્યાઓનું નિરાકરણ ન આવે તો ત્યાં સુધી વિરોધ જ એકમાત્ર રસ્તો છે. દેશમાં ખેડૂતોના અનેક સંગઠનો છે. તેઓ પોતાની રીતે પ્રદર્શન કરતા રહે છે. અમે અમારી માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ. આ વખતે ફરી એકવાર ખેડૂતો પોતાની માંગ સાથે દિલ્હી આવી રહ્યા છે. તેમની વાત સાંભળવી જોઈએ.

ટિકૈતે સરકાર અને વિપક્ષને આડેહાથે લીધી

ખેડૂતોના આંદોલનની વાત કરતી વખતે ટિકૈતે વિપક્ષી પાર્ટીઓને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે દેશનો વિપક્ષ નબળો છે, જો દેશનો વિપક્ષ મજબૂત હોત તો દેશની આ હાલત ન હોત. ખેડૂતોના દિલ્હી આવવાના સવાલ પર તેમણે કહ્યું કે, કાયદો દિલ્હી બનાવે છે તો અમે દિલ્હી જઈશું. ખેડૂતો હિંસા કરવા નહીં પરંતુ પોતાનો પક્ષ રજૂ કરવા આવી રહ્યા છે. સરકારે તેમની વાતને સાંભળવી જોઈએ. તમામ ખેડૂતોના મુદ્દા એકસરખા છે, લોન માફી, સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ અને MSP માટે કાયદો.

રાકેશ ટિકૈતે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, જો બીજેપીની સરકાર હોત તો જરૂરથી ચર્ચા થતા, પરંતુ આ તો ઉદ્યોગપતિની સરકાર છે. તેમણે કહ્યું કે, દેશમાં વિપક્ષ બચ્યો જ નથી, અને બીજી પાર્ટીને તોડી પાડવામાં આવી. ચળવળની સફળતા અંગે ટિકૈતે કહ્યું કે, જો દેશને આઝાદ થતાં 90 વર્ષ લાગ્યા તો તેમાં પણ સમય લાગશે. જીત તો ખેડૂતોની જ થશે.

રાજ્યોમાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

રાકેશ ટિકૈતનું કહેવું છે કે, અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોની પોતાની સમસ્યા છે. દેશમાં ઘણા સંગઠનો છે જે પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. સરકાર ખોટું કરી રહી છે, ક્રોકીંટની દીવાલો ઊભી કરી રહી છે. રસ્તામાં કાંટાળા તાર પાથર્યા છે. શું પાકિસ્તાન બોર્ડર પર આવી દીવાલ અને તાર છે? સરકાર ખોટી રીત અપનાવીને ખેડૂતોને અટકાવી રહી છે. આવું કરતાં પહેલા ખેડૂતો સાથે વાતચીત થવી જોઈએ. જો કે, સંયુક્ત કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધનું આહ્વાન કર્યું છે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલનને કેજરીવાલનું સમર્થન, કહ્યું, ‘અન્નદાતાને જેલમાં નાખવા યોગ્ય નથી’

Back to top button