ગુજરાત

ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય, ખેડૂતો અને નગરપાલિકાઓ માટે..

Text To Speech

રાજ્યભરમાં ભારે વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે. સાથે જ સરકારે રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની જાહેરાત કરી છે

રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય જાહેર કરી છે

નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રી દ્વારા 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપવામાં આવી છે.

કયા વર્ગની નગરપાલિકાને કેટલી સહાય ? 

અ વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય

બ વર્ગની 30 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.15 લાખની સહાય 

ક વર્ગની 60 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.10 લાખની સહાય

ડ વર્ગની 44 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.5 લાખની સહાય 

 

 

Back to top button