કોમન એન્ટ્રન્સ ટેસ્ટના રજિસ્ટ્રેશનની મુદત બીજી વખત વધુ ત્રણ દિવસ લંબાવી
- બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આગામી તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકશે
- શનિ અને રવિવાર રજા આવી હોવાથી હજુ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી
- બીજી વખત મુદત લંબાવીને વધુ ત્રણ દિવસ આપવામાં આવ્યાં
કોમન એન્ટ્રન્સ ટેસ્ટના રજિસ્ટ્રેશનની મુદત બીજી વખત વધુ ત્રણ દિવસ લંબાવી છે. જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે એ માટે નિર્ણય લેવાયો છે. CETના ફોર્મ ભરવા માટે અગાઉ પણ ત્રણ દિવસની મુદત વધારી આપી હતી. શનિ અને રવિવાર રજા આવી હોવાથી હજુ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી.
આ પણ વાંચો: ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો
બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આગામી તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકશે
પ્રોજેક્ટ સ્કૂલોમાં પ્રવેશ માટે તેમજ સ્કોલરશીપ યોજના માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના ફોર્મ ભરવાની મૂદત વધુ ત્રણ દિવસ લંબાવવામાં આવી છે. ફોર્મ ભરવામાથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આગામી તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે એ માટે બીજી વખત મૂદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માટે 29મી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેની મૂદત તા.9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે આંદોલનાત્મક કાર્યક્રમો
બીજી વખત મુદત લંબાવીને વધુ ત્રણ દિવસ આપવામાં આવ્યાં
દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડને રજૂઆતો મળી હતી કે, હજુ કેટલાક વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી છે. દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્રણ દિવસની મૂદત લંબાવવામાં આવી હતી, જે 12 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હતી. આ ત્રણ દિવસની જે મૂદત આપવામાં આવી એમાં શનિ અને રવિવાર રજા આવી હોવાથી હજુ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી. બીજી વખત મુદત લંબાવીને વધુ ત્રણ દિવસ આપવામાં આવ્યાં છે.