ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે આંદોલનાત્મક કાર્યક્રમો
- સકારાત્મક વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કચેરીની સ્વચ્છતા કરીને વિરોધ પ્રદર્શિત
- તાજેતરમાં ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક મળી હતી
- કર્મચારીઓએ સકારાત્મક વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો
ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થયા છે. જેમાં સકારાત્મક વિરોધ દ્વારા સચિવાલયના કર્મીઓએ કચેરી સ્વચ્છતા થકી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ
સકારાત્મક વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કચેરીની સ્વચ્છતા કરીને વિરોધ પ્રદર્શિત
ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાને ગુજરાત સચિવાલ ફેડરેશને પણ ટેકો જાહેર કર્યો છે. બેઠકમાં સરકાર તરફથી ઉપરોક્ત પ્રશ્ને કોઇ હકારાત્મક નિર્ણય નહી આવતા સકારાત્મક વિરોધ શરૂ થયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિત વિવિધ મુદ્દે આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મીઓ, અધિકારીઓ દ્વારા સકારાત્મક વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કચેરીની સ્વચ્છતા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો
કર્મચારીઓએ આ સકારાત્મક વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો
ઉલ્લેખનીય છેકે, કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર નિતી નાબુદ કરવી, સાતમાં પગાર પંચના બાકી ભથ્થાઓ તેમજ રાહતદરે પ્લોટ ફાળવવા તેમજ બઢતીનો રેશિયો વધારવા જેવા અનેક પડતર પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. આ મામલે તાજેતરમાં ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક મળી હતી. જે બેઠકમાં સરકાર તરફથી ઉપરોક્ત પ્રશ્ને કોઇ હકારાત્મક નિર્ણય નહી આવતા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ટેકોજાહેર કરાયો હતો. આંદોલનનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા કચેરીની સ્વચ્છતા કરવામાં આવી હતી. આ પ્રકારનો કાર્યક્રમ આપી કર્મચારીઓએ સકારાત્મક વિરોધ પ્રદર્શન કર્યો હતો. કર્મચારીઓએ કચેરી સમયથી જ કચેરીની સ્વચ્છા કરી સ્વચ્છતાના ભાગરૂપે રેકર્ડ વર્ગીકરણ, બિનજરુરી કાગળોનો નાશ તેમજ શાખાઓની સફાઇ સહિતની પ્રવૃત્તિ કરી હતી. કર્મચારીઓએ આ સકારાત્મક વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.