ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હલ્દવાની હિંસાના મુખ્ય આરોપી સામે 2.44 કરોડની વસૂલાત માટે નોટિસ

Text To Speech
  • નોટિસમાં 8 ફેબ્રુઆરીએ ઘટનાના દિવસે દાખલ કરવામાં આવેલી FIRનો પણ ઉલ્લેખ

હલ્દવાની, 13 ફેબ્રુઆરી: ઉત્તરાખંડમાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે સરકારી મિલકતોને કથિત રૂપે નુકસાન પહોંચાડવા બદલ બનભૂલપુરા હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક સામે 2 કરોડ 44 લાખ રૂપિયાની રિકવરી નોટિસ જારી કરી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મલિકના સમર્થકોએ ‘મલિક કા બગીચા’માં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી બે ઈમારતોને તોડવા ગયેલી વહીવટી ટીમ પર હુમલો કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું. નોટિસમાં 8 ફેબ્રુઆરીએ ઘટનાના દિવસે દાખલ કરવામાં આવેલી FIRનો પણ ઉલ્લેખ છે, જેમાં મલિકનું નામ આપવામાં આવ્યું છે.

 

મલિક દ્વારા કથિત રીતે થયેલા નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન રૂપિયા 2.44 કરોડ હોવાનું જણાવતા, મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને આ રકમ 15 ફેબ્રુઆરી સુધીમાં હલ્દવાનીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા જણાવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો કાયદાકીય માધ્યમથી તેની પાસેથી વસૂલાત કરવામાં આવશે.

હિંસામાં 6 લોકોના નીપજયાં મૃત્યુ, 100થી વધુ લોકો થયાં ઘાયલ

મલિકે કથિત રીતે ગેરકાયદેસર મદરેસા અને નમાઝ સ્થળનું નિર્માણ કર્યું હતું, જેને ધ્વંસ કરવાની કામગીરી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. 8 ફેબ્રુઆરીના રોજ આ ફાટી નીકળેલી હિંસામાં, બદમાશોએ વહીવટી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને સળગાવી દીધા બાદ, તેઓએ બનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ સળગાવી દીધું હતું. ઘટના દરમિયાન પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા અને પોલીસકર્મીઓ તેમજ પત્રકારો સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ જુઓ: ‘નઝુલની જમીન’ એટલે શું? જેના પર બનેલી ઇમારતને લઇ હલ્દવાનીમાં હિંસા થઇ

Back to top button