એજ્યુકેશનગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મી જુલાઈથી પરીક્ષાનો બીજો તબક્કો, 75 કેન્દ્રો પરથી 21,331 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Text To Speech

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19 જુલાઈથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં કુલ 75 કેન્દ્ર પર અલગ અલગ કોર્ષના કુલ 21,331 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે 55 જેટલા ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

19 જુલાઈથી પરીક્ષાનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીના જણાવ્યા મુજબ આગામી 19 જુલાઇથી સ્નાતક-અનુસ્નાતકના સેમેસ્ટર 2, 4, અને 6 ના રેગ્યુલર, એક્સ્ટર્નલ અને રેમેડીયલના છાત્રોની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં એક્સ્ટર્નલમાં બી.એ. સેમેસ્ટર 2 માં 4250, એમ.કોમ. સેમેસ્ટર 2 માં 2332, એમ.એ. સેમેસ્ટર 2 માં 2044, બી.એ. સેમેસ્ટર 6 માં 1157, બી.કોમ. સેમેસ્ટર 2 માં 1058 અને સેમેસ્ટર 6 માં 302, એમ.કોમ. સેમેસ્ટર 4 માં 329, એમ.એ. સેમેસ્ટર 4 માં 285 જયારે રેગ્યુલરમાં બી.કોમ. સેમેસ્ટર 6 માં 4133, એલ.એલ.બી. સેમેસ્ટર 2 માં 2076, બી.એ. સેમેસ્ટર 2 માં 1757, બી.એસસી. સેમેસ્ટર 6 માં 881, બી.સી.એ.સેમેસ્ટર 6 માં 261, બી.બી.એ.સેમેસ્ટર 4 માં 229, જ્યારે એમ.એસસી.આઈ.ટી. અને એમ.એસસી.એચ.એસ.માં 1-1 છાત્ર એક્ઝામ આપશે.

પરીક્ષાનું શેડ્યુલ જાહેર
હાલ ચાલી રહેલી પરીક્ષા 16 જુલાઈ ને શનિવાર ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે બીજા તબક્કાની 19 જુલાઈ થી લેવાનાર નવી પરીક્ષાનું શેડ્યુલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં પણ પરીક્ષાના સી.સી.ટી.વી. યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જોઈ શકાશે.

Back to top button