એલ્વિશ યાદવ ફરી એક વાર વિવાદમાં, પહેલા મારી થપ્પડ અને પછી કહ્યું…
- બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી એક વખત ચર્ચામાં આવ્યો
- થપ્પડ માર્યા બાદ એલ્વિશે એક ઓડિયો શેર કરી કહ્યું, ‘મને કોઈ પસ્તાવો નથી’
જયપુર, 12 ફેબ્રુઆરી: ‘બિગ બોસ ઓટીટી 2’ વિજેતા, લોકપ્રિય યુટ્યુબર એલ્વિશ યાદવ કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તે વિવાદોથી ઘેરાયેલો જ જોવા મળ્યો છે. હવે ફરી એકવાર એલ્વિશ યાદવે કંઈક એવું કર્યું છે કે તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ‘બિગ બોસ OTT 2’ના વિજેતાએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી પડી હતી. પહેલા તેણે એક વ્યક્તિને થપ્પડ મારી અને હવે તેણે ઓડિયો જાહેર કરીને સમગ્ર મામલે ખુલાસો કર્યો છે.
એલ્વિશે પહેલા કરી મારઝૂડ
એલ્વિશ યાદવનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જે જયપુરનો હોવાનું કહેવાય છે. જયપુર મુલાકાત દરમિયાન એલ્વિશ યાદવ એક રેસ્ટોરન્ટમાં હતો. આ દરમિયાન તે એક વ્યક્તિ સાથે ઝપાઝપી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે સામેના વ્યક્તિને વ્યક્તિને થપ્પડ મારી હતી. ત્યાર બાદ તે ફરી તે વ્યક્તિ જોડે રકઝક કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોએ આ વીડિયો જોયા પછી યુટ્યુબરની ટીકા કરી રહ્યા છે, લોકો તેને જોરદાર ટ્રોલ કરવા લાગ્યા છે. ત્યારે હવે એલ્વિશે પોતે એક ઓડિયો શેર કરી આ મામલે સ્પષ્ટા કરી છે.
રેસ્ટોરન્ટમાં યુવકને મારી થપ્પડ, જૂઓ વીડિયો
Elvish Yadav Real video without background music #ElvishYadav#ElvishArmy pic.twitter.com/gFwRNjyALZ
— 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐞𝐱 (@krishnnaex) February 12, 2024
એલ્વિશે સ્પષ્ટતામાં કહી આ વાત
ઓડિયોમાં એલ્વિશ કહી રહ્યો છે કે, ભાઈ જૂઓ, મામલો એ છે કે ન તો મને લડવાનો શોખ છે કે ન તો મને હાથ ઉપાડવાનો શોખ. હું મારા કામથી કામ રાખું છું, હું જ્યારે રસ્તામાં જતો હોવ ત્યારે જો કોઈ મારી સાથે ફોટો પડાવવાનું કહે તો હું ફોટો પડાવું છું, પરંતુ જો કોઈ પાછળથી ખરાબ કોમેન્ટ કે અપશબ્દો બોલે છે કે લખે છે તો તેને હું ક્યારેય માફ નથી કરતો. આ ઘટનામાં મેં કંઈ ખોટું નથી કર્યું, કેમકે મારી સાથે પોલીસ અને કમાન્ડો પણ હતા. આ મારો અંગત મામલો હતો. તેણે અંગત રીતે મને કહ્યું, મેં પણ તેને અંગત રીતે જવાબ આપી દિધો છે. હવે મને આ વાતને લઈને કોઈ ગમ કે અફસોસ નથી. હું આવો જ છું, મેં તેને કંઈ કહ્યું નથી, તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મેં તેને તેનો જવાબ આપી દિધો છે, તે ખરાબ શબ્દો બોલી શકે છે, હું નથી બોલી શકતો.
અહીં ઓડિયો સાંભળો
#ElvishYadav statement on slap incident. pic.twitter.com/SBauHMIOev
— The Khabri (@TheKhabriTweets) February 11, 2024
અગાઉ પણ વિવાદ થયો હતો
એલ્વિશ ‘બિગ બોસ ઓટીટી 2’ના વિજેતા બન્યા પછી અનેક વાર ચર્ચામાં રહ્યો છે. અગાઉ તે સાપની તસ્કરી અને રેવ પાર્ટીના કિસ્સામાં ચર્ચામાં આવ્યો હતો. એલ્વિશ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે આ મામલો પ્રકાશમાં આવ્યા પછી તે ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો: પેટ્રોલ પુરુ થઈ ગયું તોય ગ્રાહક બાઇક નીચે ન ઉતર્યો, રેપિડો ડ્રાઈવરનો ધક્કા મારતો વીડિયો વાયરલ