રાપરમાં સ્વામીનારાયણ સાધુએ સરકારી કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવી, વીડિયો વાયરલ
રાપર, 12 ફેબ્રુઆરી 2024, સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા અને સનાતન ધર્મ મુ્દે વિવાદમાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ પ્રત્યે અનેક લોકો નારાજ થયા હતાં. આ મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ એક પછી એક સાધુના વિવાદિત નિવેદનો વાળા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યારે હવે ફરીએક સાધુનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. સ્વામીએ કહ્યું હતું કે, કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.
View this post on Instagram
કે પી સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી
કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામનો જયઘોષ બોલાવવાની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેના કારણે સભા મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોંપો પડી ગયો હતો.કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી જય બોલતા લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો હતો.
સ્વામીએ કહ્યું વીડિયો કાપીને મને બદનામ કર્યો
સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાનના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી. મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.
આ પણ વાંચોઃહવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, આ રીતે કરો મોહનથાળ-ચિક્કીનો ઓનલાઈન ઓર્ડર