લાઈવ મેચમાં ફૂટબોલ ખેલાડીના માથા પર વીજળી પડી અને.. : વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
ઈન્ડોનેશિયા, 12 ફેબ્રુઆરી : Indonesiaમાંથી લાઈવ મેચનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ દરેકના હોશ ઊડી જશે. Indonesiaના બાંડુંગમાં ફૂટબોલ મેચ(Football match) દરમિયાન વીજળી પાડવાની ઘટના બની હતી. વીજળી પડતાં એક ખેલાડીનું નિધન થયું હતું. ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક ખેલાડીના માથા પર વીજળી પડી(Lightning struck the player’s head) અને તે મેદાન પર ઢળી પડ્યો હતો. આ અકસ્માતે મેદાન પર હાજર ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં, આ ઘટનાનો વીડિયો પણ કેમેરામાં રેકોર્ડ થયો હતો અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Indonesiaના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 10 ફેબ્રુઆરી શનિવારના રોજ બની હતી, જ્યારે બાંડુંગના સિલિવાંગી સ્ટેડિયમમાં બે સ્થાનિક ક્લબ વચ્ચે ફૂટબોલ મેચ(Football match) ચાલી રહી હતી. મેચ શરૂ થયાને માંડ 15 મિનિટ થઈ હતી, હવામાન ખરાબ થવા લાગ્યું. વરસાદ ન પડ્યો હોવા છતાં, આકાશ વાદળછાયું થવા લાગ્યું હતું અને પછી પ્રથમ વખત વીજળી પડી હતી. તે સમયે કોઈ અકસ્માત થયો ન હતો, પરંતુ બીજી વખત વીજળી ચમકી અને આ વખતે તે ખેલાડીના માથા પર પડી હતી.
This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV
— Githii (@githii) February 11, 2024
માથા પર અચાનક વીજળી પડી
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ફૂટબોલ મેચ ચાલી રહી હતી અને અચાનક તેજ પ્રકાશ સાથે મેદાનના એક ભાગમાં ઉભેલા એક ખેલાડી પર વીજળી પડી(Lightning struck), ત્યારબાદ આગ પણ નીકળી. જે ખેલાડી પર વીજળી પડી તે તે જ સમયે મેદાન પર ઢળી પડ્યો હતો. વીજળીના અવાજ અને વિસ્ફોટથી દૂર ઉભેલા અન્ય ખેલાડી પણ પડી ગયા હતા. કેટલાક અન્ય ખેલાડીઓ પોતાને બચાવવા માટે નીચે ઝૂકી ગયા, જ્યારે કેટલાક દોડવા લાગ્યા.
થોડી ક્ષણોમાં, જ્યારે બધાને ખબર પડી કે શું બન્યું છે, ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડેલા તેમના સાથી તરફ દોડ્યા અને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ અનુસાર, 30 વર્ષીય ખેલાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
અગાઉ પણ આવા અકસ્માતો થયા છે
ત્યારથી આ ઘટનાનો વીડિયો ‘X’ અને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે અને તેને જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. ઇન્ડોનેશિયામાં ખેલાડીઓ પર વીજળી પડવાનો આ પહેલો કિસ્સો નથી, જે ઘણીવાર વિવિધ કુદરતી આફતોનો ભોગ બને છે. અગાઉ 2023માં પણ એક ટૂર્નામેન્ટ દરમિયાન આવી કેટલીક ઘટનાઓ બની હતી, જેમાં એક ખેલાડી બચી ગયો હતો પરંતુ બીજી મેચમાં બીજા ખેલાડીનું મોત થયું હતું.
વિદેશની જેલોમાં બંધ હજારો ભારતીયોમાંથી મોટાભાગના ખાડી દેશમાં કેદ, શું છે કારણ?
‘નઝુલની જમીન’ એટલે શું? જેના પર બનેલી ઇમારતને લઇ હલ્દવાનીમાં હિંસા થઇ
હવે Kellogg’s Chocosમાંથી નીકળી ઈયળ, વીડિયો થયો વાયરલ
અયોધ્યાની અનોખી ‘સીતારામ બેંક’, વિદેશઓ પણ ખોલાવી રહ્યાં છે ખાતા, જાણો શું છે ખાસિયત