પેટ્રોલ પુરુ થઈ ગયું તોય ગ્રાહક બાઇક નીચે ન ઉતર્યો, રેપિડો ડ્રાઈવરનો ધક્કા મારતો વીડિયો વાયરલ
હૈદરાબાદ, 12 ફેબ્રુઆરી: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ગ્રાહકે એપ-આધારિત ઓનલાઈન બાઇક બુક કરાવ્યું હતું, સ્થળ પર પહોંચતા પહેલાં જ બાઈકમાંથી પેટ્રોલ પૂરું થતાં બાઈક ડ્રાયવરે ગ્રાહકને નીચે ઉતરવાનું કહ્યું પરંતુ ગ્રાહકે નીચે ઉતરવાની ના પાડી દીધી. ત્યાર બાદ ગ્રાહક બાઈક પર જ બેઠો રહ્યો અને બાઇક ડ્રાઈવર બાઇકને ધક્કા મારતો મારતો પેટ્રોલ પંપ સુધી લઈ જતો નજરે પડ્યો હતો. રસ્તામાં જઈ રહેલા અન્ય યુવકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રેપિડો ડ્રાઇવર બાઈકને ધક્કો મારીને લઈ જતો વીડિયો વાયરલ
View this post on Instagram
મળતી માહિતી મુજબ હૈદરાબાદમાં રેપિડોના એક ગ્રાહકે ટુ વ્હીલર બુક કરાવ્યું હતું. બુકિંગ મુજબ, બાઇક ડ્રાઇવરે ગ્રાહકને નક્કી કરેલા સ્થાન પર લઈ જવાની શરૂઆત કરી, પરંતુ બાઇક અડધે પહોંચ્યું અને તેમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ પૂરું થતાં તેણે ગ્રાહકને બાઇક પરથી નીચે ઉતરીને પેટ્રોલ પંપ સુધી ચાલવા કહ્યું, પરંતુ ગ્રાહકે બાઇક પરથી નીચે ઉતરવાની ના પાડી.
ગ્રાહક બાઇક નીચે ઉતરવા તૈયાર ન હતો
બાઇક ચાલકે ખૂબ આજીજી કરી, પરંતુ આ પછી પણ ગ્રાહક બાઇક નીચે ઉતરવા તૈયાર ન થતાં બાઇક ચાલકે તેને બેસાડી અને બાઇક પર ધક્કો મારવા લાગ્યો. બંને એ જ રીતે નજીકના પેટ્રોલ પંપ પર પહોંચ્યા. બાઇકની પાછળ ડ્રાઇવ કરી રહેલા એક કાર ચાલકે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં બનાવ્યો હતો અને પછી તેને સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો: 95 વર્ષની ઉંમરે દાદીએ ચલાવી અદભૂત કાર, નાગાલેન્ડના મંત્રીએ શેર કર્યો વીડિયો