છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 20,139 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 16,482 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસનો આંકડો 1,36,076 પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 5.10 ટકા છે.
#COVID19 | India reports 20,139 fresh cases, 16,482 recoveries, and 38 deaths in the last 24 hours.
Active cases 1,36,076
Daily positivity rate 5.10% pic.twitter.com/XVzvVjsmjL— ANI (@ANI) July 14, 2022
એક દિવસમાં 20 હજારને પાર કોરોના કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોવિડ 19 ના 20,139 નવા કેસ સામે આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 4,36,89,989 થઈ છે. ત્યારે મૃતકોની સંખ્યા 5,25,557 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી 16,482 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા વધીને 4,30,28,356 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં આવ્યા 2575 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમિત 2575 વધુ દર્દીઓ મળી આવ્યા તથા 10 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,10,223 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખઅયા 1,48,001 થઈ ગઈ છે.