ટ્રેન્ડિંગમનોરંજન

વેલેન્ટાઈન ડે પહેલા જ ટ્વિંકલ ખન્નાએ ભારતીય પતિઓને ગણાવ્યા પ્રેમાળ

  • ટ્વિંકલ ખન્નાએ એક ફની પોસ્ટ શેર કરી છે, પોસ્ટમાં પોતાના વિચારો શેર કરતાં તેણીએ વેલેન્ટાઈન ડે ગિફ્ટ્સ અને ભારતીય પતિઓ વિશે વાત કરી છે

મુંબઈ, 11 ફેબ્રુઆરી: અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના હંમેશા તેના રાઇટિંગ સ્કિલને કારણે ચર્ચામાં રહેતી હોય છે. વેલેન્ટાઈન ડે પહેલા ટ્વિંકલ ખન્નાએ એક ફની પોસ્ટ શેર કરી છે. ટ્વિંકલ ખન્નાએ વેલેન્ટાઈન ડે પર પોતાના વિચારો શેર કર્યા છે. ટ્વિંકલ તેના ઈન્સ્ટાગ્રામ પર રમૂજી કેપ્શન માટે જાણીતી છે. વિશ્વભરમાં ઉજવાતા વેલેન્ટાઈન ડે પર અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વેલેન્ટાઈન ડે પર તેણીએ મજાકમાં કહ્યું કે તે જાણે છે કે પતિઓ તેમની પત્નીઓને શું ગિફ્ટ આપે છે?

ટ્વિંકલ ખન્નાની વેલેન્ટાઈન ડે પોસ્ટ

ટ્વિંકલ ખન્નાએ વેલેન્ટાઇન ડે શા માટે ઉજવવામાં આવે છે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘બની શકે કે વેલેન્ટાઇન ડે એક પ્રયોગ તરીકે શરુ કરવામાં આવ્યો હશે. કેમ કે ક્રિસમસ જેવા કેટલાક તહેવારો પછી ધંધામાં મંદીનો માહોલ વેપારીઓને લાગ્યો હશે અને ત્યારે વેપારીઓની એક બેઠક મળી હશે અને આ બેઠકમાં ક્રિસમસ પછી વધેલા માલનું કેવી રીતે વેચાણ કરવું તેના વિશે ચર્ચા કરવામાં આવી હશે અને ત્યાર બાદ તેમણે લોકો વઘુમાં વધુ ગિફ્ટો કેવી રીતે ખરીદે તેના વિશે વિચાર્યું હશે. બીજી બાજુ, જર્મન-અમેરિકન ફિલસૂફ હેન્ના એરેન્ડે એકવાર કહ્યું હતું કે, ‘એક અનુભવ ત્યારે જ દેખાય છે જ્યારે તે કહેવામાં આવે છે.’ તેના તમામ ઉપભોક્તાવાદ સાથે, વેલેન્ટાઇન ડે કદાચ પ્રેમના અમૂર્તતાને વધુ નક્કર બનાવે છે.’

અહીં પોસ્ટ જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

ટ્વિંકલ ખન્નાએ ભારતીય પતિ વિશે જણાવી ખાસ વાત

અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ વધુમાં કહ્યું કે, ‘જો તમે એવી મહિલાઓને પૂછો કે જેમના લગ્નને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. વેલેન્ટાઈન ડે પર તમારા પતિએ તમને શું આપ્યું? તો તેનો સૌથી પ્રામાણિક જવાબ હશે, ‘હંમેશની જેમ, માથાનો દુખાવો.’ ખરેખર તે પ્રેમ સંબંધને ખૂબ જ મજબૂત બનાવે છે. ભારતીય પતિઓ તેમની પત્નીઓને ખૂબ પ્રેમ કરે છે, તેથી તેમના માથાનો દુખાવો બનવું એ આપણા માટે વેલેન્ટાઇન ડે ગિફ્ટથી ઓછું નથી.

ટ્વિંકલ ખન્ના વિશે

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન 2001માં થયા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. ટ્વિંકલ ખન્ના એક ભારતીય અભિનેત્રી છે જે તેના મજબૂત પાત્રો માટે જાણીતી છે. ફિલ્મ ‘બરસાત’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: ઇન્ટરનેટ પર છવાઈ માધુરી દિક્ષિતની હમશક્લ, વીડિયો થયો વાયરલ

Back to top button