ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
મુંબઈમાં US કોન્સ્યુલેટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો
મુંબઈ (મહારાષ્ટ્ર), 11 ફેબ્રુઆરી: મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં સ્થિત યુએસ કોન્સ્યુલેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે શનિવારે સવારે લગભગ 3.50 વાગ્યે [email protected] ના ID પરથી એક ઈમેલ આવ્યો હતો. મેઇલ મોકલનાર અમેરિકન નાગરિક હોવાનો દાવો કરે છે. તેણે કહ્યું કે તે અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસને ઉડાવી દેશે. તે ત્યાં કામ કરતા તમામ અમેરિકન લોકોને પણ મારી નાખશે. ઘટના બાદ મુંબઈની બાંદ્રા કુર્લા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.
અજાણ્યા શખ્સે અમેરિકન નાગરિક તરીકે ધમકીભર્યો મેઇલ કર્યો
એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અમેરિકન કોન્સ્યુલેટને ધમકીભર્યો ઈમેલ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે કહ્યું કે આ એફઆઈઆર આઈપીસીની કલમ 505 (1) (બી) અને 506 (2) હેઠળ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઈમેલમાં શખ્સે લખ્યું હતું કે, “હું અમેરિકાનો ભાગેડુ નાગરિક છું. હું યુનાઇટેડ સ્ટેટ્સમાં 19થી વધુ ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યો છું. હું બાઇડેન (યુએસ પ્રમુખ) પાસેથી તાત્કાલિક જાહેર માફી માંગું છું, નહીં તો હું દરેક અમેરિકન કોન્સ્યુલેટને ઉડાવી દઈશ. હું ‘ઘણા’ અમેરિકન નાગરિકોને મારી નાખવાની પણ કાવતરું ઘડી રહ્યો છું.
ધમકી બાદ અમેરિકન કોન્સ્યુલેટમાં સુરક્ષા વધારી દેવાઈ
પોલીસે કહ્યું કે અમે આ મામલાની તપાસમાં સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. અમે તે IP એડ્રેસને પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેના ઉપયોગથી આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ મોકલનારને શોધવા માટે પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી તે જાણી શકાય કે આવો ઈમેલ મોકલવા પાછળ ઈમેલ કરનારનો ઈરાદો શું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે અમેરિકન કોન્સ્યુલેટ પાસે પેટ્રોલિંગ વધારી દીધું છે.