50 વર્ષ બાદ અદ્ભૂત સંયોગમાં સૂર્ય ગોચર, દરેક રાશિને થશે અસર
- 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગોચરની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ સહિતના અનેક શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો યોગ 50 વર્ષ બાદ બન્યો છે. જેનાથી અનેક રાશિઓને ખૂબ લાભ થશે, તો અન્ય રાશિઓએ ધ્યાન પણ રાખવું પડશે.
અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહો એક નિશ્ચિત અંતરાલ બાદ રાશિ પરિવર્તન કરે છે. જેનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ મેષથી લઈને મીન સુધી 12 રાશિઓ પર પડે છે. ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીથી મકર રાશિમાંથી નીકળીને કુંભમાં ગોચર કરશે. લગભગ એક વર્ષ બાદ સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અહીં પહેલેથી શનિદેવ વિરાજમાન છે. 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગોચરની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ સહિતના અનેક શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો અદ્ભૂત સંયોગ 50 વર્ષ બાદ બન્યો છે. જેનાથી અનેક રાશિઓને ખૂબ લાભ થશે, તો અન્ય રાશિઓએ ધ્યાન પણ રાખવું પડશે.
મેષ
કુંભ રાશિ 2024માં સૂર્યનું ગોચર તમારા કાર્યસ્થળમાં સકારાત્મક બદલાવ લાવશે. મેષ રાશિના લોકોને કાર્યસ્થળ પર સન્માન મળશે. એક લાંબી રાહ ખતમ થશે. ત્યારબાદ વેતન વૃદ્ધિ, પ્રમોશન, પુરસ્કાર મળશે. સમાજમાં માન વધશે.
વૃષભ
સરકાર, વરિષ્ઠો અને પિતાનો સહયોગ મળશે. સરકારી નોકરિયાતો માટે આ સમય ફાયદાકારક રહેશે. આ રાશિના જાતકો ખુદને વધુ કામમાં વ્યસ્ત રાખી શકશે. તમને ખટકતી વાતો દૂર થશે.
મિથુન
મિથુન રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન પોઝિટિવ રિઝલ્ટ લાવશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. કામકાજમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. ધનનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો. લવ લાઈફ સારી રહેશે.
કર્ક
કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન વધુ ખર્ચ થશે, બિનજરૂરી યાત્રા થશે. ઓછા આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્યમાં ચઢાવ- ઉતારથી સાવધાન રહેવું. તમામ નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે.
સિંહ
સહકર્મીઓ, વેપારી ભાગીદારો, પરિચિતો, જીવનસાથી સાથે મતભેદોનો સામનો કરવો પડી શકે છે. સૂર્ય ગોચરનો કુંડળી પર પ્રભાવ પડવાના કારણે રોજ મળતા લોકો સાથે વૈચારિક ટક્કર થઈ શકે છે. નોકરિયાતે પ્રમોશન માટે રાહ જોવી પડશે.
કન્યા
કન્યા રાશિના લોકોને સંઘર્ષમાંથી મુક્તિ મળશે. પગાર વધારો, પ્રમોશન, વળતર મળી શકે છે. હેલ્થ ઇશ્યુ થઈ શકે છે. તમે સૂર્ય ગોચરના પ્રભાવથી શત્રુઓને પરાજિત કરી શકશો.
તુલા
તુલા રાશિના લોકોને અન્ય સ્ત્રોતોમાંથી આવક થઈ શકે છે. તમે તમારા બાળકોનું સમર્થન મેળવી શકશો અને તેમનો વિશ્વાસ જીતવામાં સક્ષમ હશો.
ધન
ધન રાશિમાં સૂર્યનું ગોચર ધન રાશિના જાતકો માટે રોમાંચ, આશાવાદ અને વિસ્તારની ભાવના લઈને આવશે. શારીરિક અને બૌદ્ધિક રીતે નવી ક્ષિતિજ શોધી શકશો. ધન રાશિના લોકો આ ગોચર દરમિયાન સ્વતંત્રતા અને વ્યક્તિગત વિકાસની તીવ્ર ઈચ્છા અનુભવી શકે છે.
મકર
મકર રાશિના લોકો નાણાંકીય બાબતોને લઈને પરેશાન થઈ શકે છે. જે લોકો પર તેમને વિશ્વાસ હશે તેમનું સમર્થન ન મળે તેવું બની શકે. ખાણી-પીણીને લઈને સાવધાન રહેવું.
કુંભ
વ્યક્તિગત સંબંધોમાં સાચવવું. સકારાત્મકતાની દિશામાં કામ કરવું. માન સન્માન મેળવવા જાતને શાંત રાખવી. જીવનસાથી સાથે મતભેદોની શક્યતા છે. હેલ્થની કાળજી લેવી.
મીન
તમારે વધુ ખર્ચ થશે, વધુ યાત્રા થઈ શકે છે. તમારી કુંડળી પર સૂર્ય ગોચરના પ્રભાવથી તમને આર્થિક હાનિ, શત્રુ હાનિ, આરોગ્ય સમસ્યા થઈ શકે છે. લાંબી યાત્રા કરવાથી બચવું, સટ્ટાખોરીથી દૂર રહેવું.
આ પણ વાંચોઃ શું 400 વર્ષ જુના આ ત્રિપુર સુંદરી મંદિરમાં મૂર્તિઓ અરસપરસ વાતો કરે છે?