ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

JNUમાં ચૂંટણી પહેલા હોબાળો, ABVP અને ડાબેરી જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ ઝપાઝપી

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી પહેલા ફરી એકવાર બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. જેએનયુમાં તમામ વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત “યુનિવર્સિટી જનરલ બોડી મીટિંગ” દરમિયાન ડાબેરીઓ અને ABVP વચ્ચે ઝપાઝપી થઈ હતી. આમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે. આ બોલાચાલીનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે JNUના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ અન્ય વિદ્યાર્થીઓ સાથે દલીલ કરી રહ્યા છે.

વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગેની બેઠકમાં ઉગ્ર બોલાચાલી 

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન શુક્રવારે મોડી રાત્રે ABVP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા ડાબેરી સમર્થક જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષોએ દાવો કર્યો છે કે તેમના કેટલાક સભ્યો ઘાયલ થયા છે. બંને પક્ષોએ અથડામણ માટે એકબીજાને દોષી ઠેરવ્યા છે, જ્યારે જેએનયુ પ્રશાસને હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે, કેમ્પસમાં 2024 JNU વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે ચૂંટણી પંચના સભ્યોની પસંદગી કરવા માટે સાબરમતી ધાબા ખાતે યુનિવર્સિટી જનરલ બોડી મીટિંગ (UGBM) બોલાવવામાં આવી હતી અને તે દરમિયાન વિદ્યાર્થી જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

JNUSU પ્રમુખ આઈશા ઘોષ સાથે ખરાબ વર્તન

ડાબેરી સંલગ્ન ડેમોટિક્રેક સ્ટુડન્ટ્સ ફેડરેશન (DSF) એ આક્ષેપ કર્યો હતો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યો સ્ટેજ પર ચઢી ગયા હતા અને કાઉન્સિલના સભ્યો અને વક્તાઓ સાથે મારપીટ કરી હતી. સોશિયલ મીડિયા પર બંને પક્ષો દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, ABVP અને JNUSU સભ્યો સૂત્રોચ્ચાર વચ્ચે દલીલ કરતા જોઈ શકાય છે જ્યારે યુનિવર્સિટી સુરક્ષા કર્મચારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ દાવો કર્યો હતો કે જેએનયુએસયુ પ્રમુખ આઈશા ઘોષ પર ABVPના વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અથડામણ દરમિયાન તેમના પર પાણી ફેંકવામાં આવ્યું હતું.

DSF એ ABVPના JNU સેક્રેટરી પર હુમલો કર્યો

જમણેરી વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો કે DSF કાર્યકરોએ ABVPના JNU સેક્રેટરી વિકાસ પટેલ પર હુમલો કર્યો. તેમજ અથડામણ દરમિયાન પરસ્પર દુશ્મનાવટના કારણે અન્ય એક વિદ્યાર્થી પ્રશાંત બાગચી જોડે મારઝૂડ કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે, ડાબેરી જૂથના પર્શિયનના એક દિવ્યાંગ વિદ્યાર્થી દિવ્ય પ્રકાશને પણ માર માર્યો હતો, કારણ કે તે એબીવીપીને ટેકો આપી રહ્યો હતો.

આ પણ વાંચો: JNUમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ, દેખાવો કરનારા વિદ્યાર્થીઓ પર દંડની જોગવાઈ

Back to top button