સાઉથ સ્ટાર મહેશ બાબૂની દીકરી સિતારાનું બન્યું ફેક ઈન્સ્ટા એકાઉન્ટ
- મહેશ બાબૂ અને નમ્રતા શિરોડકરની 12 વર્ષની દીકરી સિતારાનું બન્યું ફેક એકાઉન્ટઃ નમ્રતા શિરોડકરે આપી જાણકારી
ચેન્નાઈ, 10 ફેબ્રુઆરીઃ સોશિયલ મીડિયાના સમયમાં સામાન્ય જનતાથી લઈને સેલિબ્રિટી સુધીના લોકો ડીપ ફેક, મોર્ફિંગ, સ્પેમિંગ જેવા અનેક પ્રકારના સાઈબર ક્રાઈમના શિકાર થઈ ચૂક્યા છે. ફિલ્મી જગતના સ્ટાર્સ સાઈબર ક્રાઈમના શિકાર થતા રહે છે. આજે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂની દીકરી પણ તેનો શિકાર બની છે.
મહેશ બાબૂની 12 વર્ષની દીકરી સિતારાના નામથી સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ ચાલી રહ્યું છે. સિતારાની માતા અને અભિનેત્રી નમ્રતા શિરોડકરે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે કોઈ વ્યક્તિએ ગેરકાયદે રીતે તેની દીકરીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે અને તેના દ્વારા તે વ્યક્તિ રોકાણ અને ટ્રેડિંગની લિંક શેર કરી રહ્યો છે.
View this post on Instagram
નમ્રતા શિરોડકરે આપી જાણકારી
સિતારાની માતા નમ્રતા શિરોડકરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે માધાપુર પોલીસે સાયબર ક્રાઈમની એક ઘટના અંગે ચેતવણી જારી કરી છે, જેમાં સિતારા ઘટ્ટમનેનીના નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે જણાવવામાં આવ્યું છે. એક અજાણી વ્યક્તિ છેતરપિંડીથી સોશિયલ મીડિયા પર આ નકલી એકાઉન્ટ ચલાવી રહ્યો છે અને તે કંઈ પણ વિચાર્યા વગર યૂઝર્સને વેપાર અને ઈન્વેસ્ટમેન્ટની લિંક્સ પણ મોકલી રહ્યો છે. વહીવટીતંત્રે લોકોને આ બાબતે જાગૃત રહેવાની અપીલ કરી છે. નમ્રતાએ ચાહકોને વિનંતી કરી કે જો આવી કોઈ ઘટના બને તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે અને પેજ પર રિપોર્ટ કરે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સ્ટાર છે સિતારા
અભિનેત્રી નમ્રતા શિરોડકર અને સુપરસ્ટાર મહેશ બાબૂની દીકરી સિતારા ઘટ્ટામનેની સોશિયલ મીડિયાની સ્ટાર છે. તેની ફેન ફોલોઈંગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા એક્ટિવ રહે છે. સિતારાનું આ એકાઉન્ટ તેની માતા નમ્રતા જ મેનેજ કરે છે.
આ પણ વાંચોઃ મિથુન ચક્રવર્તીને ફિલ્મ શૂટિંગ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં દાખલ