એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

NEET UG માટે અરજી કરતાં પહેલા જાણો પરીક્ષામાં શું ફેરફારો થયા

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : NEET UG એ મેડિકલનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટેનું પ્રવેશદ્વાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) માટે અરજી પ્રક્રિયા માટે 9 ફેબ્રુઆરી, 2024 થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- UG માટે માર્ચ 09, 2024 સુધી અરજી કરી શકશે. આ સાથે NTA એ NEET UG ની અરજી ફોર્મ, માહિતી બુલેટિન, અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન પણ બહાર પાડી છે. જે ઉમેદવારો NEET UG માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ neet.ntaonline.in દ્વારા અરજી કરી શકે છે. NEET UG માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ સિવાય NEET UG 2024ની પરીક્ષામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફાર પહેલા NEET UG માટે અરજી ફોર્મ neet.nta.nic.in દ્વારા ભરવામાં આવતું હતું. પરંતુ હવે ફોર્મ નવી વેબસાઇટ neet.ntaonline.in દ્વારા ભરવામાં આવશે. જેઓ NEET માટે અરજી કરી રહ્યા છે, તેઓએ પહેલા આ આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચવા.

NEET UG ની વેબસાઇટ બદલાઈ

હવે NEET UG ની સત્તાવાર વેબસાઇટ neet.ntaonline.in છે. NEET UG ની અધિકૃત વેબસાઇટે માહિતી પુસ્તિકા, અભ્યાસક્રમ, વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો અને પાત્રતા, અરજી પ્રક્રિયા અને પરીક્ષાની પેટર્ન પરની અન્ય વિગતો અહી અપલોડ કરવામાં આવશે.

NEET UG માટે પરીક્ષા કેન્દ્રોમાં વધારો

આ વર્ષે NEET UG 2024 માટે પરીક્ષા કેન્દ્રોમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં પરીક્ષા માટેના શહેરોની કુલ સંખ્યા ગયા વર્ષે 499 શહેરો હતી જે આ વર્ષે 554 થઈ ગઈ છે. ઉમેદવારે NEET UG 2024 પરીક્ષા માટે તેની પસંદગીના કોઈપણ ચાર શહેરો પસંદ કરવાના રહેશે. આ વખતે નેશનલ મેડિકલ કમિશનના નિર્ણય અનુસાર, NEET UG 2024ની પરીક્ષા ભારતની બહાર આયોજિત નહીં કરવામાં આવે.

NEET UG માટે કેટલી ફી ચૂકવવી પડશે

NEET UG 2024 માટેની અરજી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમે આને નીચે વિગતવાર જોઈ શકો છો.

NEET UG-2024-humdekhengenews

NEET UG માં ફોર્મ ભરવાની લાયકાત

નેશનલ મેડિકલ કમિશન (NMC) ધોરણ 12 ના એવા વિદ્યાર્થીઓને પણ મંજૂરી આપશે કે જેમણે NEET UG પરીક્ષા માટે વધારાના વિષય તરીકે અંગ્રેજીની સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અથવા બાયોટેકનોલોજી લીધું છે.

NEET UG ની પરીક્ષા પેટર્ન

તમે નીચે વર્ષ 2024-25 ના સત્રમાં પ્રવેશ માટે NEET UG 2024 ની પરીક્ષા પેટર્ન જોઈ શકો છો.

NEET UG-2024-humdekhengenews

NEET UG અભ્યાસક્રમમાં ફેરફાર

NEET UG 2024 પ્રશ્નોમાં ચાર વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ થાય છે. NMCએ અગાઉ 2023 અને 2024ની પરીક્ષાઓ માટે NEETના અભ્યાસક્રમમાં નાના ફેરફારો કર્યા હતા.

આ પણ વાંચો : ISRO 17 ફેબ્રુઆરીએ તેનો સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ INSAT-3DS લોન્ચ કરશે

Back to top button