અદા શર્મા એરપોર્ટ પર દાદીના “વેશમાં” જોવા મળી, જૂઓ વીડિયો
- ‘ધ કેરળ સ્ટોરી’ ફેમ અદા શર્મા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ના કારણે ચર્ચામાં
મુંબઈ, 10 ફેબ્રુઆરી: ‘ધ કેરાલા સ્ટોરી’ બાદ અદા શર્મા હવે ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’માં જોવા મળશે. અદા શર્માની ‘બસ્તર’નું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું હતું. અભિનેત્રી અદા શર્મા હંમેશા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેત્રી એરપોર્ટ પર નવા અંદાજમાં જોવા મળી છે. અદા શર્મા એરપોર્ટ પર તેની દાદીની સાડીમાં જોવા મળી હતી. આ દરમિયાન દાદીની સાડી વિશે કેટલીક ખાસ વાતો પણ કહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અદા શર્મા દાદીની સાડી પહેરીને એરપોર્ટ પહોંચી
બોલિવૂડમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ પોતાની અલગ ઓળખ ઊભી કરનાર અદા શર્માને કોઈ પરિચયની જરૂર નથી. આ દિવસોમાં અભિનેત્રી ‘કેરળ સ્ટોરી’ બાદ તેની આગામી ફિલ્મ ‘બસ્તર’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અદા શર્મા એરપોર્ટ પર તેની દાદીની સાડીમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. આ વીડિયો જોયા બાદ લોકો એક્ટ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે.
અહીં વીડિયો જૂઓ:
View this post on Instagram
અદા શર્માએ કહી ખાસ વાત
અદા શર્મા ખુલ્લા વાળ અને ચશ્મા સાથે સાડીના લુકને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એરપોર્ટ પર અદા શર્માએ તેની સાડી પર કહ્યું કે તે તેની દાદીની સાડી છે જે તેમણે 25 વર્ષની ઉંમરે પહેરી હતી અને હવે તો તેનાં દાદી 90 વર્ષનાં થઈ ગયાં છે. લોકો અભિનેત્રીના ખૂબ વખાણ કરી રહ્યા છે. અદા શર્મા તેની દાદીને ખૂબ જ પ્રેમ કરે છે. તેણીએ ઘણી વખત તેની દાદી સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ 15 માર્ચે સિનેમાઘરોમાં થશે રિલીઝ
અદા શર્મા ‘ધ કેરલા સ્ટોરી’ પછી, તે છેલ્લે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘કમાન્ડો’માં જોવા મળી હતી. અદા શર્મા હવે ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’માં આઈપીએસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીને એરપોર્ટ પર ચાહકોએ આપી સરપ્રાઈઝ, જૂઓ વીડિયો