- ગુજરાત હાઈકોર્ટે પ્રદીપ મોઢિયાને આપ્યા પેરોલ
- આરોપીએ માંગ્યા હતા 30 દિવસના પેરોલ
- ગુજરાત હાઈકોર્ટે 5 દિવસના પેરોલ કર્યા મંજૂર
અમદાવાદ, 9 ફેબ્રુઆરી : બિલકિસ બાનો કેસના 11 દોષિતોમાંથી એક પ્રદીપ મોઢિયા તેના સસરાના મૃત્યુ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાયેલ પાંચ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. પેરોલ પર બહાર આવ્યા બાદ તે તેના વતન દાહોદ જિલ્લાના રણધિકપુર પહોંચ્યો હતો. હાઈકોર્ટે મોઢિયાને 7 થી 11 ફેબ્રુઆરી સુધીના પેરોલ મંજૂર કર્યા છે. જોકે, પ્રદીપ મોઢિયાએ 30 દિવસના પેરોલની માંગણી કરી હતી.
દોષિતની 5 દિવસની પેરોલ મંજૂર
બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોના સરન્ડરના 15 દિવસ બાદ જ એક આરોપી પેરોલ પર બહાર આવ્યો છે. આ કેસમાં દોષિત પ્રદીપ મોઢિયાની હાઈકોર્ટે 7 થી 11 ફેબ્રુઆરી સુધીના પાંચ દિવસના પેરોલ મંજુર કરી છે. ત્યારબાદ બુધવારે તે જેલમાંથી બહાર આવ્યો હતો. જોકે, પ્રદીપ મોઢિયાએ 30 દિવસના પેરોલની માંગણી કરી હતી. જેલમાં તેની સારી વર્તણૂકને કારણે કોર્ટે તેના 5 દિવસના પેરોલ મંજુર કર્યા હતા.
અગાઉ સમયસર પરત ફર્યો હતો
છેલ્લી વખત જ્યારે તે પેરોલ પર છૂટ્યો હતો ત્યારે તે સમયસર પાછો ફર્યો હતો. તેમજ પેરોલની શરતો મુજબ, તેણે રણધિકપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની જરૂર નથી. પેરોલ સમયગાળા દરમિયાન જિલ્લા પોલીસની કોઈ ભૂમિકા હોતી નથી. આથી આશા છે કે તે પોતાની જાતે જ પેરોલ પૂરી થતા જેલમાં પરત ફરે.