‘SPGએ ના પાડી હોવા, છતાં હું નવાઝ શરીફની દીકરીના લગ્નમાં પાકિસ્તાન ગયો હતો : PM મોદીએ યાદ કરી જૂની વાતો
નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું હતું. આ દરમિયાન બીજેપી સાંસદ હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજેડીના સાંસદ સસ્મિત પાત્રા અને એનકે પ્રેમચંદ્રને પીએમ મોદી સાથે લંચ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બપોરે 2.30 વાગ્યે ફોન આવ્યા બાદ સાંસદોને અનૌપચારિક લંચ વિશે માહિતી મળી હતી. વડાપ્રધાને સાંસદોને કહ્યું, ‘આવો, તમને મારે સજા આપવાની છે.’ પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન(Vegetarian food) અને રાગીના લાડુ(Ragi Ladoo) ખાધા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લંચ દરમિયાન જ્યારે એક સાંસદે પીએમ મોદીને નવાઝ શરીફની(Nawaz Sharif) પુત્રીના લગ્નમાં તેમની બિનઆયોજિત મુલાકાત(An unplanned visit) વિશે પૂછ્યું તો પીએમએ કહ્યું કે ‘તેઓ બપોરે 2 વાગ્યા સુધી સંસદમાં હતા. જે બાદ તે અફઘાનિસ્તાન(Afghanistan) જવા રવાના થયાં હતા. પરત ફરતાં તેમણે પાકિસ્તાન(Pakistan) જવાનું નક્કી કર્યું હતું. જોકે SPGએ આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.’ પીએમ મોદીએ કહ્યું કે SPGના ઇનકાર પછી પણ તેમણે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેઓ તેમને રિસીવ કરશે. આ પછી તેઓ (પીએમ મોદી) પાકિસ્તાન ગયા હતા.’
Delhi | Prime Minister Narendra Modi had lunch with MPs at Parliament Canteen today. pic.twitter.com/98F0IAa3dt
— ANI (@ANI) February 9, 2024
સાંસદો સાથે લંચ લેતી વખતે વડાપ્રધાન મોદીએ તેમના પ્રવાસ, અનુભવો અને યોગ વિશે અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે “ખિચડી” તેમનો ફેવરિટ ફૂડ છે. PMએ એક સાંસદને કહ્યું કે કેટલીકવાર મારી મુસાફરી એટલી બધી હોય છે કે મને ખ્યાલ પણ નથી આવતો કે હું કેટલીકવાર ઊંઘ્યા વિના પણ રહ્યું છું.
રિતેશ પાંડેએ પીએમ મોદીને ભુજ ભૂકંપની(Bhuj earthquake) દુર્ઘટનાનો સામનો કરવાના અનુભવ વિશે પૂછ્યું. એક સાંસદે કહ્યું કે મને પીએમઓ તરફથી ફોન આવ્યો કે કૃપા કરીને આવો… પીએમ તમને મળવા માંગે છે. જ્યારે અમે કેન્ટીન પહોંચ્યા ત્યારે અમે વિઝિટર લોન્જમાં(Visitor Lounge) હતા. અમે બધાએ એકબીજા તરફ જોયું અને આશ્ચર્ય થયું કે અમને બધાને કેવી રીતે બોલાવવામાં આવ્યા હતા. સાંસદોએ કહ્યું કે તે એક મહાન અનૌપચારિક અનુભવ હતો.
એકલા પડેલા મરાઠા છત્રપ Sharad Pawar આ લોકસભા ચૂંટણીમાં પડકારોનો સામનો કરી શકશે?